News of Wednesday, 8th October 2025
પોરબંદર ડીડીઓ તથા અધિકારીઓ દ્વારા વિકાસ પ્રતિજ્ઞા

પોરબંદરઃ જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી, સેવાસદન-૧, પોરબંદર ખાતે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સાથે ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી''ના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અને ‘રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે અવિરતપ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે તસ્વીર (૩.૭)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
