News of Wednesday, 8th October 2025
અમરેલીનાં લીલીયા ખાસ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા સ્થાનિક પ્રશ્નોને લઈને ભારે વિરોધ
ભાજપ,કોંગ્રેસ,આમઆદમી પાર્ટીના કાર્યકરો શહેરોજનોની સમસ્યા મુદ્દે એક થઈ લડ્યા પાછલા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર, નલ સે જલ યોજના અને આરોગ્ય કર્મચારીઓની કામચોરી સહિતના પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત : પોલીસ પ્રોટેકશન તળે ગ્રામસભા યોજવા સત્તાધીશોને ફરજ પડી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૮: લીલીયા શહેરમાં ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા ની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ.જેમાં ભૂગર્ભ ગટર, નલ સે જલ યોજનાના હાઉસ કનેક્શન, પાણીવિતરણ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની કામચોરી અને એજન્ડા મુજબના અધિકારીઓની ગેરહાજરીને લઈ ગ્રામજનોના વિરોધ વચ્ચે ખાસ ગ્રામસભા મોકુફ રાખવાની ફરજ પડેલ અને ગ્રામસભા રદ કરવામાં આવેલ.ત્યારબાદ ગ્રામ પંચાયત સત્તાધિશો દ્વારા આજ તારીખ ૦૭-૧૦-૨૦૨૫ બપોરે ચાર કલાકે વડવાળા હનુમાનજી મંદિર ખાતે ખાસ જીવનભાઈ વૉરાની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરના ૧૬ વોર્ડના નાગરિકો પોતાના પ્રાણ પ્રશ્નો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થાનિક સરપંચ અને ગ્રામસભાના અધ્યક્ષ જીવનભાઈ વોરાને રજૂઆત કરી ગામ પંચાયતમાં અગાઉ થયેલ કેટલાક ઠરાવો રદ કરવા અને ભૂગર્ભ ગટર પ્રશ્ન ,નલ સે જલ યોજના અને આરોગ્ય કર્મચારીઓની કામચોરી સહિતના પ્ર્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરેલ.
આ સંદર્ભે મામલતદાર બળદેવ પટેલ ટીડીઓ કિશોરભાઈ આચાર્યએ ગ્રામજનોને નલ સે જલ યોજના અંતર્ગત સ્થાનિક ગ્રામ પંચાયત પાણી સમિતિ અને વાસ્મો દ્વારા થયેલ કામગીરી અંગે ગ્રામજનોને વિસ્તળત અહેવાલ આપી ગ્રામજનોની માગણી પ્રમાણે ખાસ ગ્રામસભામાં નવો ઠરાવ કરવામાં આવેલ અને અગાઉ થયેલ કેટલાક ઠરાવોને રદ કરવાનું ગ્રામસભામાં ઠરાવી પાણી સમિતિની નવી રચના કરવી સહિતની બાબતોના ઠરાવ કરવામાં આવેલ.
ચાલુ ગ્રામસભાએ લોકોના ઉગ્ર વિરોધના કારણે ગ્રામ પંચાયતના કેટલાક પદાધિકારીઓએ ચાલતી પકઙી હતી.
વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, કોંગ્રેસના બહાદુરભાઈ બેરા,આમ આદમી પાર્ટીના વિજયભાઈ વિરાણી, પૂર્વ સરપંચ બાબુભાઈ ધામત, એડવોકેટ કિશોરભાઈ પાઠક સહિતના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ પ્ર્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી.
આ અંગે આમ આદમી પાર્ટીના વિજયભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના અને નલ સે જલ યોજનાની અમલવારી કરી લોકોના ઘર સુધી ચોખુ પાણી મળી રહે તેવી તાકીદે કામગીરી કરવી જોઈએ.
ગ્રામસભાના અધ્યક્ષ જીવનભાઈ વૉરા જણાવ્યું હતું ગ્રામજનોના પ્ર્રશ્નના નિરાકરણ માટે ઝડપી પ્ર્રશ્નોનું નિરાકરણ લાવીશું.
પૂર્વ સરપંચ બાબુભાઈ ધામતે જણાવ્યું હતું તે ગ્રામ પંચાયત સતાધીશો એ પોતાના અંગત સ્વાર્થ સાધવા કરેલા કેટલા ઠરાવો રદ કરવા જોઈએ.(૨૩.૧૬)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
