News of Wednesday, 8th October 2025
સાવરકુંડલા ગુરૂકુળમાં કમ્પ્યુટર લેબનું ઉદઘાટન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૮: સાવરકુંડલા શહેરની ખુબજ જાણીતી શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ મા શ્રીમતી વી. ડી. ઘેલાણી કમ્પ્યુટર લેબનું ઉદ્ધાટન કરવામાં આવ્યું જેના દાતાશ્રી વનિતાબેન ધીરજલાલ ઘેલાણી હસ્તે. ચંદ્રિકાબેન ઘેલાણી, કામદાર રહ્યા છે જેઓની પ્રેરણા થી ગુરુકુળ શાળામાં વર્ષોથી નાની, મોટી સેવાઓ મળી રહે છે. ગુરુકુળ શાળા માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે એક અધતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી જેનું ઉદ્ધાટન સંસ્થા ના પુરાણી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, સંસ્થા ના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને સંસ્થા નાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી નાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌ પ્રથમ ગુરુકુળ પ્રાર્થના સભામાં મહાપૂજા કરવામાં આવી જેમાં મહાપૂજા ના શાસ્ત્રી તરીકે સ્વામી શુકદેવપ્રસાદ દાસજી દ્વારા સંપૂર્ણ વિધિ કરવામાં આવી જેમાં યજમાન તરીકે શાળા ના ડાયરેક્ટર વ્યાસે પૂજા વિધિનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી નાં વડપણ હેઠળ ગુરુકુળ શાળા ના આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા, એ. કે. ઘેલાણી માધ્યમિક વિધાલય ના આચાર્ય શ્રી દીપેશભાઈ પંડ્યા, કોમર્સ વિભાગ ના આચાર્ય શ્રી કમલેશ ભાઈ ચુડાસમા, જેસર રોડ ગુરુકુળ ના આચાર્ય શ્રી કૌશિકભાઈ ગોસ્વામી, અંગ્રેજી વિભાગ ના આચાર્યા શ્રીમતી વૈશાલીબેન પટેલ, ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય ના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ મહેતા સાથે તમામ વિભાગ ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સાથે કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી દ્વારા સંસ્થાનાં દાતાશ્રી વનિતાબેન ધીરજલાલ ઘેલાણી હસ્તે ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર દ્વારા થતા દાન ની પ્રસન્નતા વ્યક્ત કરી હતી સાથે શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક વિદ્યાલય ના કર્મઠ શિક્ષક દીપકભાઈ પરમાર નિવળત થતા તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી જેમાં સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી દ્વારા તૈયાર થયેલ હનુમાનજી ભગવાન ની મૂર્તિ સાથે શાલ, હાર તથા પત્ર સંસ્થા ના સ્વામી પુરાણી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી તથા સંસ્થા નાં વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામીનાં વરદ હસ્તે આપીને સન્માન કરવામાં આવેલ .
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
