<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશનના ગુજરાત અને સેન્‍ટ્રલ હેડક્‍વાર્ટરના આગેવાનોનું સન્‍માન

AIBDPA પાંચમી ત્રીવર્ષીય ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ (AIC) તામીલનાડુના કોઈમ્‍બતુર ખાતે યોજાઇ

જામનગર, તા.૮: AIBDPA ગોધરા ડીસ્‍ટ્રીકટ બ્રાંચની ત્રીજી દ્વિવાર્ષિક ડીસ્‍ટ્રીકટ કોન્‍ફરન્‍સનું ઉદય હોટલ, ચંચેલાવ નજીક, ગોધરા-દાહોદ હાઇવે ખાતે સવારે ૧૦.૦૦ વાગ્‍યે શ્રી એ.આર. પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવેલ.જેમાં મોટી સંખ્‍યામાં સભ્‍યોએ હાજરી આપી. મનુભાઈ ચનિયારા સર્કલ સેક્રેટરી, વાઈસ પ્રેસિડેન્‍ટ CHQ જામનગર સાથે શ્રી વી.કે. પંડયા માલપુર હિંમતનગર થી અને એચ.એન.બારીયા ગોધરા વાઈસ પ્રેસિડેન્‍ટ AIBDPA ગુજરાત ખાસ ઉપસ્‍થિત રહેલ. શાલ અને મોમેન્‍ટો આપી સન્‍માન કરવા આવેલ. ૭૫ વર્ષમાં પ્રવેશેલ અને પુરા કરેલ સભ્‍યો નું શાલ અર્પણ કરી સન્‍માન કરવા આવેલ.શ્રી જી.જે.રાઉલજી ગોધરા ડીસ્‍ટ્રીકટ બ્રાંચની પ્રવળત્તિનો અહેવાલ આપેલ અને બી.ટી.પટેલ ટ્રેઝરરએ વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અને ૨૦૨૪ -૨૦૨૫ના હિસાબો રજુ કરેલ ચર્ચાના અંતે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. આગામી બે ૨૦૨૫ -૨૦૨૭ વર્ષ માટેના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આભારવિધિ શંકરભાઈ બારિયાએ કરેલ.

ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશન AIBDPAની પાંચમી ત્રીવર્ષીય ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ (AIC) તામીલનાડુ (મદ્રાસ) રાજ્‍યના કોઈતુર, લોટસ મહલ કોઈમ્‍બુર-૬૪૧૦૧૦. ખાતે તા.૧૭.૧૨.૨૦૨૫ થી તા.૧૮.૧૨.૨૦૨પ દરમ્‍યાન યોજાશે.તા.૩૧.૦૮.૨૦૨૫ સુધીમાં સર્કલને મળેલ કોટા મુજબ ૧૦૦ સભ્‍યોએ એક ૧ ડેલીગેટ એક ૧ ઓબ્‍ઝર્વર નક્કી કરવાના આવેલ છે. AIC માં આવવા ઇચ્‍છતા સભ્‍યે ડીસ્‍ટ્રીકટ સેક્રેટરીનો સંપર્ક કરવા મનુભાઈ ચનિયારા AIBDPAના ગુજરાતના સર્કલ સેક્રેટરી અને સેન્‍ટ્રલ હેડક્‍વાટર દિલ્‍હીના વાઈસ પ્રેસિડેન્‍ટ માહિતી આપતા જણાવેલ. તા.૦૫.૧૦.૨૦૨૫ના AIBDPA જામનગર ડીસ્‍ટ્રીકટ બ્રાંચની મિટિંગ આયોજન કરવામાં આવેલ છે. મનુભાઈ ચનિયારા AIBDPAના ગુજરાતના સર્કલ સેક્રેટરી અને સેન્‍ટ્રલ હેડક્‍વાટર દિલ્‍હીના વાઈસ પ્રેસિડેન્‍ટ, વી.કે.પંડયા AIBDPAના ગુજરાતના સર્કલ વાઈસ પ્રેસિડેન્‍ટ (માલપુર-હિંમતનગર) તથા  જી.જે.ચૌહાણ હિંમતનગરના ડીસ્‍ટ્રીકટ પ્રેસિડેન્‍ટ(ઈડર) હાજરી આપશે.

DOT અને BSNL પેન્‍શનર્સને CCA ગુજરાત દ્વારા આપેલ ID કાર્ડમાં જે પેન્‍શનર્સ ભૂલોનો સુધારો કરવા માંગતા હોય તેને ID કાર્ડની ઝેરોક્ષ અને જરૂરી પ્રુકની ઝેરોક્ષ કોપી સાથે અરજી સાથે PDF ફાઈલ બનાવી CCA ગુજરાતની ઓફીસના ઈમેલ ઉપર ઈમેલ કરવો અથવા પોસ્‍ટથી મોકલવી.

(1:25 PM IST)