News of Wednesday, 8th October 2025
જામનગરમાં શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ બાદ વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદન પત્ર આપ્યું
તપાસ સમિતિ દ્વારા મોટા મગરમચ્છોને છોડી નાના નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો : અધિકારીઓની મીલીભગતથી મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ :જામનગરમાં શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની રાવને લઈને તપાસ ચાલી રહી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદન પત્ર આપ્યું છે.
મહાનગરપાલિકાએ યોજાયેલા શ્રાવણી મેળામાં ભષ્ટ્રાચારનો આક્ષેપ કરાયા બાદ તપાસ સમિતિ દ્વારા મોટા મગરમચ્છોને છોડી નાના નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે. ટેન્ડરના નિયમમાં પણ ગેરરીતી આચરાઈ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. 24 ઓગસ્ટના મેળો પૂર્ણ થઈ ગયો પણ હજી મેળાના વિવાદને લઈને વિપક્ષના વાર અવિરત ચાલુ છે.
અધિકારીઓની મીલીભગતથી જામનગર મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને મેયર સમક્ષ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
