News of Wednesday, 8th October 2025
સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
કાલે તા.૯થી ૧૧ સુધી શ્રી હનુમંત ચરિત્ર કથાનું પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યાસાસને આયોજન : તા.૧૧ના શ્રી કષ્ટભંજનદેવના ૧૭૭માં પાટોત્સવ નિમિત્તે વિવિધ અનુષ્ઠાનો યોજાશે

રાજકોટ તા.૮: શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આગામી તા.૧૫મી ઓકટોબર (આસો વદ પાંચમ)ના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણા વાળા)ના વકતાપદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન કાલે તા.૯થી ૧૧ દરમિયાન કરવામાં આવેલ છે. કથાનો સમય સવારે ૯થી ૧૧-૩૦ તથા બપોરના ૪થી ૬-૩૦ રાખવામાં આવેલ છે.
સદ્ગુરૂ સંતોના હસ્તે અભિષેક, પાટોત્સવ તથા મારૂતિ યજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે. શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞ દર્શન, કથા શ્રવણ તથા સંતોના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તથા ધીરેનભાઈ કામદાર પરિવારે જણાવેલ છે. આ પ્રસંગે ગામોગામથી સંતો પધારશે.
કાલે તા.૯મીના ગુરૂવારે બપોરે ચાર વાગ્યે શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી પોથીયાત્રા નીકળશે. કથા સ્થળે પહોંચ્યા બાદ કથાનો પ્રારંભ થશે તથા તા.૧૧ના બપોરે ૧૧-૩૦ કલાકે કથાનું સમાપન થશે. સાળંગપુર ધામમાં મારૂતિ યજ્ઞનો પ્રારંભ તા.૧૦મીના શુક્રવારે સવારે ૭ વાગે થશે તથા પૂર્ણાહુતિ તા.૧૧ના શનિવારે બપોરના ૧૨ વાગે થશે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ૧૭૭મો વાર્ષિક પાટોત્સવ નિમિતે સવારે ૫-૩૦ કલાકે મંગળાઆરતી, સવારે ૭વાગે શણગાર આરતી, સવારે ૮ વાગ્યાથી શ્રી કષ્ટભંજન દેવનો અભિષેક શરૂ થશે. બપોરના ૧૧ વાગે અન્નકૂટ આરતી થશે. ૅ
વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે ત્યારે પરમકળપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કળપાથી, વડતાલ પિઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં શુભ આશીર્વાદથી અને પ.પૂ. ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામી નાં આશીર્વાદથી અને પ.પૂ.સ.ગુ. શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - લોજવાળા ની સ્મળતિમાં તથા પ.પૂ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના આશીર્વાદથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદાનો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૧ ના આસો વદ-૫, તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર ના રોજ ઉજવાશે. તેમજ પરણ-પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથા નું અસ્રેજન તા. ૯-૧૦-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર દરમિયાન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી એવમ્ સદગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક, પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞ દર્શન, વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા કથા શ્રવણ એવં બ્રહ્મ નિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા કોઠારી વિેવેકસાગરદાસજી સ્વામી-અથાણાવાળા એવમ શેઠ ધીરેનભાઇ અનંતરાય કામદાર પરીવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.(૪.૧૬)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
