<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝનની પ્રથમ આવક નોંધાઈ : લગભગ 80 હજારથી 85 હજાર ગુણી આવક થઈ

મગફળીની હરાજીમાં 20 કિલોનો 800 રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા ભાવ બોલાયો

રાજકોટમાં ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝનની પ્રથમ આવક નોંધાઈ છે. લગભગ 80 હજારથી 85 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. આજે મગફળીની હરાજીમાં 20 કિલોનો 800 રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા ભાવ બોલાયો હતો. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું અગ્રીમ માર્કેટ યાર્ડ છે. અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કેશોદ, અમરેલીમાંથી ખેડૂતો તેમનો માલ લઈને અહીં આવતા હોય છે. અલબત્ હાલ વરસાદની આગાહીને પગલે માર્કેટમાં નવી આવક બંધ કરાઈ છે. જ્યાં સુધી માર્કેટમાં રહેલી મગફળીનો નિકાલ ન થાય અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળની આવક બંધ કરવામાં આવી છે.

(9:13 PM IST)