News of Wednesday, 8th October 2025
કોડીનાર પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું
ફાફણી, મિતિયાજ, બાવાના પીપળવા, અરણેજ, માલગામ, કડોદરા અને દેવળી જેવા ગામોમાં મગફળી, સોયાબીન સહિતના પાક પાણીમાં પલળી ગયા

ગીર સોમનાથના કોડીનારમાં ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ફાફણી, મિતિયાજ, બાવાના પીપળવા, અરણેજ, માલગામ, કડોદરા અને દેવળી જેવા ગામોમાં મગફળી, સોયાબીન સહિતના પાક પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત વરસાદી પાણીમાં વહી ગઈ છે.
ફાફણી ગામમાં ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જવા પામ્યો છે. તેમજ પશુઓ માટે ભેગો કરાયેલો ઘાસચારો પણ પાણીમાં પલળી જતાં પશુપાલકોને પણ નુકસાન થયુ છે. હાલ ખેડૂતો સરકાર સમક્ષ માત્ર એક જ આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક સર્વે થાય અને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
