News of Wednesday, 8th October 2025
સગીર વયના પાકિસ્તાની પ્રેમી પંખીડા કચ્છમાંથી ઝડપાયા: પરિવારથી ડરી પગપાળા સરહદ પાર કરી રાપરના ખડીર બેટ સુધી પહોંચ્યા
પરિવાર તેમને લગ્ન કરવા નહીં દે એ ભયથી પાકિસ્તાનની ગેરકાયદેસર સરહદ પાર કરી ભારતીય સરહદમાં કચ્છમાં ઘૂસી આવ્યા

ભુજ : એકમેકના પ્રેમમાં પાગલ પાકિસ્તાની સગીર વયનું પ્રેમી યુગલ કચ્છના રતનપર (ખડીર) રાપરમાંથી ઝડપાયું છે. જંગલ વિસ્તારમાં સાંગવાળી માતાજી પાસે પાકિસ્તાની સિંધી ભાષામાં વાત કરતા છોકરા છોકરીને જોઈને ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે ખડીર પોલીસને જાણ કરતા તેમને ઝડપી ભુજમાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી) માં ખસેડાયા છે. ખડીર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ ઝા ની પ્રાથમિક પૂછપરછમાં આ ૧૬ વર્ષીય તોતો ઉર્ફે તારા રણમલ ભીલ અને ૧૫ વર્ષીય મીના ઉર્ફે પૂજા ભીલ, શિવ મંદિર, લાસારી, ઇસ્લામકોટ, થારપારકર જિલ્લા, પાકિસ્તાનના રહેવાસી છે. પરિવાર તેમને લગ્ન કરવા નહીં દે એ ભયથી પાકિસ્તાનની ગેરકાયદેસર સરહદ પાર કરી ભારતીય સરહદમાં કચ્છમાં ઘૂસી આવ્યા હતા. કચ્છની રણ સરહદ પાર કરવી અને હાલમાં પાણી વચ્ચે પાર કરવી કપરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
