તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૨, ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
વિસાવદરના માજી ધારાસભ્ય ધીરૂભાઈ ફૂલભાઈ રિબડીયાનુ અવસાન : ગુરૂવારે બપોરે ૩ વાગ્યે અંતિમયાત્રા
સુધરાઈ પ્રમુખના કાર્યકાળ દરમિયાન રિબડીયાએ સતાધારથી વિસાવદર સુધી પાઈપલાઈન દ્વારા નળ વાટે પાણી પહોંચાડયુ હતું જે સુવિધા આજેય યાદગાર છે : જાહેર જીવનના સરળ, નિખાલસ, પારદર્શક અને ખુમારીભર્યા ઝીંદાદીલ વ્યક્તિત્વનો અસ્ત : સાચા લોકસેવકની વિદાય

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના માજી ધારાસભ્ય ધીરૂભાઈ ફૂલભાઈ રિબડીયા (ઉ.વ.૯૨)નું તા.૮-૧૦-૨૦૨૫ બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા.૯-૧૦-૨૦૨૫ ગુરૂવારના રોજ બપોરે ૩ વાગ્યે નિવાસસ્થાન : ગંજીવાડા, વિસાવદર ખાતેથી નિકળશે.
ધીરૂભાઈ રિબડીયા જાહેર જીવનના એક સરળ, નિખાલસ, પારદર્શક અને ઝીંદાદીલ વ્યક્તિત્વના મુઠ્ઠી ઊંચેરા માનવી હતા. સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા રિબડીયા દાયકાઓ પહેલા જ્યારે સુધરાઈ પ્રમુખ હતા ત્યારે શહેરમાં સતાધારથી વિસાવદર પાઈપલાઈન દ્વારા નળ વાટે પીવાનુ પાણી પહોંચાડયું હતું જે સુવિધા આજેય યાદગાર છે.
ધીરૂભાઈ રિબડીયા વિસાવદર નગર પંચાયતના સભાપતિ, તાલુકા પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય સુધીના હોદ્દા ભોગવી ચૂક્યા હતા પરંતુ લેશમાત્ર અભિમાનનો અંશ પણ તેમનામાં ન હતો. હંમેશાં જમીન સાથે જોડાયેલા અને ખુમારીભર્યું પારદર્શક જીવન તેમની આઞવી ઓળખ હતી.
વિસાવદરના ફૂલા ધના રિબડીયા જેની ખુરશી નવાબ પાસે પડતી તેમના ત્રણ દિકરા રતિલાલ ફૂલભાઈ રિબડીયા તથા માધુભાઈ ફૂલભાઈ રિબડીયા અને ધીરૂભાઈ ફૂલભાઈ રિબડીયા આ ત્રણેય મહાનુભાવોનો પરિવાર એટલે વિસાવદરનો "રાજ પરિવાર" આ પરિવાર દેશ આઝાદ થયો એ પૂર્વેથી જાહેર જીવનમાં છે.
ધીરૂભાઈ રિબડીયાના પુત્ર જીતેન્દ્ર રિબડીયા પાલિકામાં વર્ષો સુધી ચૂંટાયેલા..બીજા પુત્ર રાજ રિબડીયા વિસાવદર નગર પાલિકાના પ્રમુખ રહી ચુક્યા અને હાલ પાલિકાના સિનિયર સદસ્ય છે જ..આ ઉપરાંત વિસાવદર-ભેસાણના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા ધીરૂભાઈ રિબડીયાના સગા ભત્રીજા છે.
માજી ધારાસભ્ય ધીરૂભાઈ રિબડીયાના અવસાનથી વિસાવદર પંથકમાં જાહેર જીવનના મુઠ્ઠી ઊંચેરા માનવીની ખોટ પડી છે તેમને સાર્વત્રિક શોકાજલિ અર્પણ કરાઈ રહી છે. જીતેન્દ્રભાઈ ધીરૂભાઈ રિબડીયા મો.૯૪૨૬૪ ૨૩૫૪૫, રાજ રિબડીયા મો.૯૯૧૩૩ ૮૭૯૮૭, હર્ષદભાઈ રિબડીયા મો. ૯૮૭૯૬ ૧૫૨૩૧
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
