<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

માળિયામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે જેલ ધકેલાયા.

આરોપીને ઝડપી પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ સુરત અને વડોદરા હવાલે કરાયા

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શોને પાસા હેઠળ ડીટેઈન કરી માળિયા પોલીસે વડોદરા અને સુરત જેલહવાલે કર્યા છે.

માળિયા (મી.) પીઆઈ કે કે દરબારની ટીમ દ્વારા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે બી ઝવેરીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ નાથાભાઈ મોરી અને લીલાભાઈ ટપુભાઈ મોરી રહે બંને જામનગર મૂળ પોરબંદર વાળાના વોરંટ ઈશ્યુ કર્યા હતા જેથી આરોપીને ઝડપી પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ સુરત અને વડોદરા હવાલે કરવામાં આવ્યા છે.


 

(12:50 AM IST)