<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

સગીર વયના પાકિસ્તાની પ્રેમી પંખીડા કચ્છમાંથી ઝડપાયા: પરિવારથી ડરી સરહદ પાર કરી રાપરના ખડીર બેટ સુધી પહોંચ્યા

રણમાં ભરાયેલા પાણીમાં ૧૨ કલાક તર્યા, મીઠા વાળા રણની કીચડમાં ચાલ્યા : સરપંચે ખડીર પોલીસને જાણ કરતા તેમને ઝડપી ભુજમાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી)માં ખસેડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : એકમેકના પ્રેમમાં પાગલ પાકિસ્તાની સગીર વયનું પ્રેમી યુગલ કચ્છના રતનપર (ખડીર) રાપરમાંથી ઝડપાયું છે. જંગલ વિસ્તારમાં સાંગવાળી માતાજી પાસે પાકિસ્તાની સિંધી ભાષામાં વાત કરતા છોકરા છોકરીને જોઈને ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી અને સરપંચે ખડીર પોલીસને જાણ કરતા તેમને ઝડપી ભુજમાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી) માં ખસેડાયા છે. ખડીર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ ઝા ની પ્રાથમિક પૂછપરછમાં આ ૧૬ વર્ષીય તોતો ઉર્ફે તારા રણમલ ભીલ અને ૧૫ વર્ષીય મીના ઉર્ફે પૂજા ભીલ, શિવ મંદિર, લાસારી, ઇસ્લામકોટ, થારપારકર જિલ્લા, પાકિસ્તાનના રહેવાસી છે. પરિવાર તેમને લગ્ન કરવા નહીં દે એ ભયથી પાકિસ્તાનની ગેરકાયદેસર સરહદ પાર કરી ભારતીય સરહદમાં કચ્છમાં ઘૂસી આવ્યા હતા. કચ્છની રણ સરહદ પાર કરવી અને હાલમાં પાણી વચ્ચે પાર કરવી કપરી છે. ત્યારે ૧૨ કલાક રણના ભરાયેલા પાણીમાં તેઓ તર્યા હતા બંને તરવૈયા હોઈ તેમણે પાણી વાળું રણ પાર કર્યું તેમ જ કીચડમાં ચાલ્યા. ખાવાનો સમાન તેમની પાસેથી મળ્યો છે. પાણી ખૂટતા તેમણે રણમાં ભરાયેલા પાણીથી પ્યાસ બુઝાવી હતી.

(8:53 AM IST)