હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરના આંબલામાં દૂધના નકલી માવાની ફેકટરી ઝડપાઇ
માલીક વિરૂધ્ધ ગુન્હોઃ ૧૧૮પ કિલો માવાનો નાશ કરાયોઃ દૂધ પાવડર, વનસ્પતી તેલ, ફટકડીનો ઉપયોગ કરતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૯ :.. ભાવનગર જિલ્લાના આંબલા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી માલિક વિરૂદ્ધ ગુનો નોંધી, ૧૧૮૫ કિલો નકલી માવાનો નાશ કરાયો છે.
થોડાક દિવસો અગાઉ ભાવનગર ના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો ત્યારે આજે ફરી સિહોર તાલુકાના આંબલા ગામે વાડી વિસ્તારમાં નકલી માવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઇ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાનાઆંબલા ગામે રહેતો મિલન સુરેશભાઇ દવે નામનો શખ્સ દુધ પાવડર, વનસ્પતી તેલ તેમજ ફટકડીનો ઉપયોગ કરી નકલી માવો બનાવતો હોવાની ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી મળતા પોલીસે ભાવનગર જિલ્લા ફુડ વિભાગને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન આરોપી મિલન સુરેશભાઇ દવે વિરૂદ્ધ ગુનો નોંધી, ફેક્ટરીમાંથી ઝડપી લીધેલ ૧૧૮૫ કિલો નકલી માવો જેમાં મીઠો માવો, થાબડી માવો તેમજ ફટકડી સહિતની અખાદ્ય ચિજવસ્તુઓનો પોલીસ તેમજ ફુડ વિભાગે નાશ કરી તપાસ શરૂ કરી છે. (પ-૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
