<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ઉનામાં સામૂહિક દુષ્‍કર્મઃ નાસી ગયેલા ૩ આરોપીઓમાંથી ર ઝડપાયાં

એકલવાયું જીવન જીવતી વિધવાને લલચાવી ફોસલાવીને અપહરણ કરીને નરાધમોએ વારાફરતી દુષ્‍કર્મ આચરતા ફિટકાર

 

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૯: ઉના પંથકની વિધવાને લલચાવી ફોસલાવીને નિર્જન સ્‍થળે લઇ જઇને વારાફરતી દુષ્‍કર્મ આચરીને નાસી ગયેલા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ નરેન્‍દ્ર ઉર્ફે એકમનો કાળીયો દેવચંદ બારીયા રે.નવાબંદર અને બીજો આરોપી સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબુતર દેવશીભાઇ મજેઠિયા રે.નવાબંદર અને મૂળ કાળાપાણનાને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે. સામૂહિક દુષ્‍કર્મમાં નાસી ગયેલો ત્રીજા આરોપી કોણ છે? તેની પોલીસે તપાસ શરૂ કરીને ત્રીજા આરોપીને શોધી કાઢવાની કામગીરી શરૂ કરી છે.

ઊના તાલુકાના નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન હેઠળ દરિયા કાંઠે ગામમાં એકલી રહેતી આધેડ વયની ૫૦વર્ષની વિધવા મહિલાને પાંચ દિવસ પહેલા નવા બંદર ના ત્રણ શખ્‍સો ફોસલાવી મોટર સાયકલ ઉપર લઈ જઈ અપહરણ કરી બેભાન કરવાની કોઈ દવા સુઘાંડી બેભાન કરી સામૂહિક ગેંગરેપ કરી દુષ્‍કર્મ કરી ઘરે છોડી નાસી ગયા હતા.

દુષ્‍કર્મનો ભોગ બનેલી મહિલાને ગંભીર ઈજાઓનેને કારણે તકલીફ પડતાં તેમણે તેમના પુરુષ મિત્ર જે દ્વારકા મચ્‍છીમારીમાં મજૂરી કામે ગયેલ તેને ફોન કરી હકીકત જણાવતા તુરંત નવાબંદર આવી મહિલાને ઊના સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરી હતી. તબીબે તપાસ કરી મહિલા સાથે દુષ્‍કર્મ થયાનું જણાવેલ અને પોલીસને જાણ કરતા નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશનના ઈનચાર્જ પી આઈ એમ. એન. રાણા હોસ્‍પિટલે આવી મહિલાની ફરિયાદ લીધી હતી. અને નાયબ મામલતદારએ મહિલાનું ડાઇગ ડેક્‍લેરેશન લીધું હતું અને મહિલાને વધુ સારવાર માટે જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશનના ઈનચાર્જ પી આઈ એમ. એન. રાણાએ ઊના પ્રાંત ના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચોધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટેશનના એ. એસ. આઇ. કંચનબેન પરમાર, દિલીપસિંહ ચાવડા, સંજયભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પ્રવીણભાઈપી. બાંભણિયા, કાનજીભાઈ વાણવી, પી. સી. સંદીપસિંહ ઝંનકાટ સ્‍ટાફે જુદી જુદી ટીમ બનાવી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી. તે દરમ્‍યાન બાતમી મળી હતી કે આરોપીઓ નવાબંદરના કાન્‍તિભાઈ અરજણભાઈ વાજાની બોટમાં માછીમારી કરવા નાસી ગયા હતા.

પોલીસે બોટ માલિકનો સંપર્ક કરી વાયરલેસથી ટંડેલ સાથે વાત કરી બોટ મધદરિયેથી પાછી નવાબંદર કાંઠે લાવી આરોપી ૧. નરેન્‍દ્ર ઉર્ફ એકમ નો કાળિયો દેવચંદ બારીયા રે. નવાબંદર અને ૨. સંજય ઉર્ફે કબલી ઉર્ફ કબૂતર દેવશીભાઇ મજેઠીયા રે. નવાબંદર મૂળ કાળાપાણને ગણતરી ના કલાકોમાં રાત્રિના પકડી પાડેલ સામુહિક દુષ્‍કર્મના ગુનાનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી. ત્રીજો આરોપી કોણ છે?  અને તે ફરાર હોય પકડાયેલ બે આરોપીઓની પૂછપરછ પોલીસ કરી રહી છે.(૨.૧૦)

 

(10:44 AM IST)