હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલ તાલુકા પોલીસે છેતરપીંડીના વોન્ટેડ આરોપીને ભુજથી ઝડપી લીધો

રાજકોટ તા. ૯ :.. ગોંડલ તાલુકા પોલીસે છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ભુજથી ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પો. સ્ટે. ના અમો પો. ઇન્સ. વી. એમ. ડોડીયાની સુચના મુજબ ગોંડલ તાલુકા પો. સ્ટે. માં છેતરપીંડીનો ગુન્હામાં વોન્ટેડ આરોપી (૧) સંદીપ ગોરધનભાઇ સગપરીયા (ઉ.૩૩) રહે. ચરખડી ગામ, તા. ગોંડલને ભુજથી દબોચી લઇ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ર દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.
આ કાર્યવાહી ગોંડલ તાલુકાના એએસઆઇ આર. એચ. બોહરા, કર્મરાજસિંહ પરમાર, એચ.સી. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી, કમલેશભાઇ કમેજાળીયા, પીસી પરેશભાઇ સાકરીયા, રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલ, જયદિપભાઇ ધાધલ, ભગીરથભાઇ વાળા, ભરતભાઇ ગમારા, પૃથ્વીરાજસિંહ ડોડીયા તથા પીસી જયદિપસિંહ રાણા સહિતના સ્ટાફ જોડાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
