News of Thursday, 9th October 2025
જુનાગઢના ગેરેજ સંચાલક સાથે ૮.૬૮ લાખની છેતરપિંડી
આરટીઓ ચલણ એપીકે ફાઇલ ખોલતા જ નાણાં ઉપડી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૯: દોલતપરાની અરવિંદ પાર્ક સોસાયટીમાં રમતા અને ધોરાજી રોડ નવા બાયપાસ પાસે ગેરેજકામ કરતા ૪૧ વર્ષીય રાજેશકુમાર રામજીભાઈ વઘાસીયા ગઈ તા.૧૭-૦૮-૨૦૨૫ના રોજ સાંજે પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા મોબાઈલ નંબર ધારકે આરટીઓ ચલણની એપીકે ફાઈલ મોકલી હતી.
આથી રાજેશભાઈએ જોતા તેમને પોતાના સ્કૂટરનો ઓનલાઇન વાહનનો દંડ આવેલ હશે જેથી પોતાનું ઓનલાઈન ચલણ જનરેટર થયેલ હશે તેમ માની એપીકે ફાઈલ ઉપર ક્લિક કરતા મોબાઈલ ફોનમાં અસંખ્ય અજાણ્યા મોબાઈલ નંબરોમાંથી ઓટીપીના મેસેજ આવતા ડીલીટ કરી નાખ્યા હતા. બાદમાં તા. ૧૮-૦૮-૨૦૨૫ના રોજ મોબાઇલમાં એક્સિસ બેંકના બચત ખાતામાંથી રૂપિયા ૧,૬૮,૦૧૧ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.
જેથી શંકા જવાથી બીજા દિવસે રાજેશભાઈ બેંકે રૂબરૂ જતા જાણવા મળેલ કે, તા.૧૮-૦૮-૨૦૨૫ના રોજ અજાણ્યા શખ્સે રૂપિયા ૪,૦૦,૦૧૧.૮૦, રૂપિયા ૩,૦૦,૦૧૧.૮૦ તથા રૂપિયા ૧,૬૮,૦૧૧.૮૦ એમ મળી કુલ રૂપિયા ૮,૬૮,૦૩૫.૪૦ ટ્રાન્સફર કરી લીધા હોવાની જાણ થતા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની ઓનલાઇન ફરિયાદ કરી હતી. જેના આધારે બુધવારે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
