News of Thursday, 9th October 2025
વડિયા કુંકાવાવને ડેઇલી સુરત અમદાવાદ ટ્રેનની દિવાળી ભેટ મળશે કે પછી વચનો પોકળ સાબિત થશે?
કરોડોના ખર્ચે બ્રોડગેજ લાઈન બની સુવિધાઓ હજુ ત્યાંની ત્યાં જ તો લોકોને ફાયદો શું થયો ? નવી ટ્રેન શરૂ કરાવવાની ફરજ અમરેલી જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોની છે?

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૯: છેલ્લી સાંસદ ની ચૂંટણી પેહલા વડિયા ના રેલવે સ્ટેશન ખાતે પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને અમરેલી ના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા એ સાપ્તાહિક ટ્રેન ના સ્વાગત પ્રસંગે યોજાયેલી સભામાં લોકસભા ચૂંટણી નજીક હતી ત્યારે વડિયા, કુંકાવાવ, ચિતલ, લાઠી ના આ રૂટ પર હવે બ્રોડગેજ લાઈન બનતા આ વિસ્તાર ને મહત્તમ સુવિધાઓ મળશે. તેવુ જણાવી ને વડિયા કુંકાવાવ વિસ્તાર ને વંદે ભારત ટ્રેન અને ડેઇલી સુરત, અમદાવાદ ની ટ્રેન શરુ કરવાની ખાત્રી અપાઈ હતી.
આ ખાત્રી ને બે વર્ષ વીતવા આવ્યા પરંતું હજુ સુધી કોઈ સુવિધાઓ અહીં આપવામાં આવી નથી.ચૂંટણી પેહલા સમગ્ર વડિયા કુંકાવાવ તાલુકા ના લોકોના મત લોકસભા ચૂંટણી માં મેળવવા માટે આપેલા વચનો ખોબલે ખોબલે મત લઇ જનારા સાંસદ ભરત સુતરીયા એ પૂર્ણ કરવા જરૂરી બંને છે ત્યારે ચૂંટણી સમયે આપેલા વચનો બાબતે કોઈ કાર્યવાહી ના થાય ત્યારે સમગ્ર પંથક આજે સાંસદના કાર્યક્ષેત્ર માં આવતી સરકાર ની સેવાઓ લોકોને અપાવવા આગળ આવી પોતાની લોકો પ્રત્યે ની ફરજ અને જવાબદારી નિભાવે તે ખુબ જરૂરી છે.
ખેતી આધારિત વડિયા કુંકાવાવ તાલુકાના લોકો સુરત અને અમદાવાદ માં સ્થળાતરીત થયેલા હોવાથી અનેક લોકો કાયમી ખાનગી વાહનો માં આ શહેરો માં મુસાફરી કરી રહ્યા છે અને તગડા ભાડા ચૂકવી રહ્યા છે તો સરકાર ની સસ્તી અને સુલભ સેવા એવી ભારતીય રેલવે ની પૂરતી સુવિધાઓ નો લાભ પોતાના મત વિસ્તાર ના લોકોને અપાવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે લોકોને સુવીધાઓ અપાવે છે કે ચૂંટણી સમયે આપેલા વચનો પોકળ સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
