<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ઉના તુલશીશ્‍યામમાં જાત્રાએ આવતા ગુમ થયેલ વૃધ્‍ધા જંગલમાંથી હેમખેમ મળ્‍યાં

ત્રણ દિવસ પહેલા જાત્રાના સંઘમાંથી વિખુટા પડી ગયેલઃ ભુખ્‍યા પેટે પાણી પીને દિવસો વિતાવ્‍યા હતાં

(નવીન જોષી દ્વારા) ઉના તા.૯: તુલશીશ્‍યામમાં જાત્રાએ આવેલ પંચમહાલના વૃધ્‍ધા સોનીબેન ભૂરાભાઇ (ઉ.વ.૭૫) રાત્રીના ગૂમ થયાં બાદ પોલીસે તપાસ કરતા ગુમ થયેલ સોનીબેન જંગલમાંથી હેમખેમ મળી આવ્‍યા હતાં.

પંચમહાલ જિલ્લાના માંયલા મુવાડ , નરોડા ગામ ના ૫૦ યાત્રાળુ ઓ તુલસીશ્‍યામ જાત્રાએ આવેલ હતા. રાત્રિના આ ટૂર માં આવેલ એક વળદ્ધ મહિલા મછાર સોનીબેન ભૂરા ભાઈ ઉ. વ. ૭૫ રે. નરોડા, તા. ખાનપુર જિલ્લો મહીસાગરના રાત્રિના મંદિરના પરિસરમાંથી વિખૂટા પડી ગુમ થઈ ગયા હતા શોધ ખોળ કરવા છતાં ના મળી આવતા ગીર ગઢડા પોલીસમા ગુમ થયાની જાહેરાત કરી હતી તે આ અંગે જસાધાર ગીર ગામે પૂર્વ વન વિભાગ જશાધાર રેન્‍જ કચેરીએ જાણ કરતા તુરંત આર. એફ. ઓ. ભરવાડે ૫૦થી વધુ વન કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી જંગલ વિસ્‍તારમાં શોધ શરૂ કરી હતી. આ જંગલમાં સિંહ એન દીપડા જંગલી પ્રાણીઓ વસતા હોય. ગીચ ઝાડીઓમાં ખુબ મુશ્‍કેલી પડી હતી. રાત દિવસ સતત મહેનત કરતા હતા સવારે પોલીસની એક ટીમ ને રાવલ ડેમ નજીક એક વળધ્‍ધ મહિલા મળી આવી હતી. પૂછપરછ કરતા તેમનું નામ સોનીબેન જણાવેલ હતું. તે ત્રણ દિવસથી રસ્‍તો ભૂલી ગયા હતા તુલસીશ્‍યામ જાત્રાએ આવેલ હોવાનું જણાવ્‍યું હતું.અને ભૂખ્‍યા પેટે માત્ર પાણી પી ત્રણ દિવસ વિતાવેલ હતા.

મહિલાને ખુબ નબળાઈ હોય જસાધાર કચેરીએ લાવી તબીબી તપાસ કરાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

(11:26 AM IST)