હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી મહાપાલિકાને વેરા પેટે છ મહિનામાં રૂ.૧૫.૫૦ કરોડની આવક, કરદાતાઓને પણ ૩૪ લાખના રિબેટનો ફાયદો
શહેરના ૯૦,૩૦૦ મિલકત ધારકો પૈકી ૨૫,૩૬૬ આસામીઓએ વેરો ચૂકવ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૯: મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વેરા વસુલાત વેગવાન બની છે. ચાલુ નાણાકીય વર્ષમાં મહાનગર પાલિકાએ નવા વર્ષના પ્રારંભ સાથે જ તમામ મિલકત ધારકોને માંગણા નોટિસો ઇશ્યુ કરી દઈ દસ ટકા રિબેટ યોજનાનો લાભ આપતા છેલ્લા છ મહિનામાં જ ૯૦,૩૦૦ પૈકી ૨૫,૩૬૬ લોકો પોતાનો વેરો ચૂકવી દેતા મહાનગર પાલિકાને વેરા વસુલાત પેટે રૂપિયા ૧૫.૫૦ કરોડની આવક થઈ હતી. કોર્પોરેશન દ્વારા નિયમિત કરદાતાઓને આ વર્ષ ૩૪ લાખથી વધુનો રિબેટ લાભ આપ્યો છે.
રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ ૯૦,૩૦૦ મિલકતો આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ - ૨૬મા તમામ મિલકત ધારકોને માંગણા નોટિસ બજાવવામાં આવતા નિયમિત કરદાતાઓએ રિબેટ યોજનાનો લાભ લઇ પ્રમાણિક પણે પોતાનો ટેક્સ ચૂકવી દેતા મહાનગર પાલિકાને છ મહિનામાં જ ૧૫.૫૦ લાખ રૂપિયાની આવક થવા પામી છે.
શહેરમાં નવા ભળેલા શનાળા, ત્રાજપર, મહેન્દ્રનગર, ભડિયાદ અને માળીયા વનાળિયા સોસાયટી સહિતના નવા વિસ્તાર તેમજ જુના વિસ્તારના લોકોને મહાનગર પાલિકા કચેરી સુધી ધક્કો ન થાય તે માટે ક્લસ્ટર ઓફીસ પણ શરૂ કરી હોય લોકો ઘર નજીક ઓફીસમા પણ સરળતાથી વેરાની ચુકવણી કરી રહ્યા છે. પાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક અને પારદર્શક કાર્યપદ્ધતિ અપનાવી હોવાથી મહાનગર પાલિકાના ૬૬.૫૦ કરોડના માંગણા સામે આ વર્ષ છ મહીનામાં જ ૧૫.૫૦ કરોડ રૂપિયા વસુલ થયા છે અને આ વર્ષે ૩૦ કરોડથી વધુની વસુલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં મહાનગર પાલિકાએ કુલ ડિમાન્ડના ૨૩ ટકા વસુલાત કરી હોવાનું જાહેર કરાયુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
