<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ક્રિપ્‍ટો કરન્‍સીમાં રોકાણની લાલચ આપી ત્રણ કરોડની ઉચાપતના કેસમાં કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી

રાજકોટ, તા.૯: અત્રે ટી.એ.બી.સી. નામના ક્રિપ્‍ટો કરસી કોઈનમાં અલગ અલગ સાહેદો પાસેથી પોણા ૩ કરોડ રૂપિયા રોકડેથી લઈ આ કોઈનનુ વિથડ્રોલ ન કરવા દઈ મહાકાય કૌભાડમા આરોપીઓ મહમદ મિઠાણી અને અમઝદ મુલતાણીની રેગ્‍યુલર જામીન અરજીને ખાસ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે અરજદાર / આરોપી સાથે અન્‍ય ૭ આરોપીઓએ ટી.એ.બી.સી. નામના કોઈનનુ લિસ્‍ટીંગ થતા ઉચ વળતર મળશે તેવા લોભ-લાલચે વિવિધ સાહેદો પાસેથી પોણા ૩ કરોડ રૂપિયા રોકડેથી મેળવેલ હતા. વર્ષ-૨૦૨૨ મા આ રીતે વિવિધ સાહેદો પાસેથી લાખો રૂપિયા મેળવી ટી.એ.બી.સી. નામના કોઈન સાહેદોને આપેલા હતા. આ ક્રિપ્‍ટો કરસી ઉપર ૨-૩ વર્ષ સુધી કોઈ જ વળતર ન મળવાથી આ ક્રિપ્‍ટો કરસીની રકમ વીથડ્રો કરવા માટે સાહેદોએ પ્રોસેસ કરતા આ સાહેદોને તેમની લાખોની રકમ વિથડ્રોથ થઈ શકેલ ન હતી. સાહેદો મોહસીન મુલતાણીએ કરેલ ફરીયાદના આધારે બને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમ્‍યાન જણાયેલ કે આ ગેરકાયદેસર મડળીએ વિવિધ સાહેદો પાસેથી પોણા ૩ કરોડ મેળવેલ છે અને કોઈપણ સાહેદને તેમના પૈસા પરત આપેલા નથી. બંને આરોપીઓએ કરેલ જામીન અરજીમાં તેઓ વતી રજુઆત કરવામા આવેલ હતી કે, નામ. સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ દસ્‍તાવેજી પુરાવા ઉપરનો કેસ હોય ત્‍યારે આરોપીઓને જામીન મુક્‍ત કરવા જોઈએ.

શ્રી સરકાર તરફે એડી. પી.પી. શ્રી કે.બી.ડોડીયાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે જી.પી.આઈ.ડી. એકટ હેઠળની અલાયદા ?કારની જોગવાઈઓને ધ્‍યાનમા લેતા આ ખાસ અદાલતને આરોપીઓ પાસેથી સાહેદોની રકમ વસુલ કરવા માટે સિવીલ પ્રોસીઝર કોડ હેઠળના પાવર્સ આપવામા આવેલ છે તેથી હાલના આરોપીઓ પાસેથી જયા સુધી કોઈ જ રકમની જપ્તી થઈ શકેલ ન હોય ત્‍યા સુધી આરોપીઓને જામીન મુકત કરી શકાય નહી. શ્રી સરકાર તરફેની આ રજુઆતો ના અતે ખાસ અદાલતના જજ શ્રી જે. આર. શાહે બને અરજદારોની રેગ્‍યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કામમા શ્રી સરકાર તરફે એડી. પી.પી. કમલેશભાઈ બી. ડોડીયાએ રજુઆતો કરેલ હતી. (રર.૧૧)

(11:48 AM IST)