News of Thursday, 9th October 2025
જુનાગઢના માખીયાળા અને શીલના ફુલરામા ગામેથી ૧૬ શખ્સો ઝડપાયા
૧ નાસી ગયો, બંને જગ્યાએથી ૬૩,૯૬૦ નો મુદ્દામાલ કબજે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૯: જુનાગઢના માખીયાળા અને શીલના ફુલરામા ગામેથી ૧૬ શખ્સોને પોલીસે ઝડપી લઇ બંને જગ્યાએથી ૬૩,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુનાગઢ તાલુકાના માખીયાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા વુમન પીઆઇ એફ. બી. ગગનીયાના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે રફીક મહમદભાઇ સીડા ઉ.વ. ૪૦ રહે. વિરપુર તા.જી. જુનાગઢ, દિનેશ લખમણભાઇ સાવલીયા ઉ.વ. ૫૦ રહે. ખલીલપુર રોડ, જીનીયસ સ્કુલની સામે ગંગોત્રીનગર બ્લોક નં. ૧૧૫ જુનાગઢ, નૈમીશ હરસુખભાઇ ઠેસીયા ઉ.વ. ૪૦ રહે.ધોરાજી અવેડા ચોક જી.રાજકોટ, હરસુખ બચુભાઇ ઠુંમર ઉ.વ. ૫૨ રહે. જોષીપરા માનસ સ્કુલની પાછળ બંસીધરનગર જુનાગઢ, પંકજ કેશુભાઇ ડોબરીયા ઉ.વ. ૪૬ રહે. નરેડી ગામ માણાવદર રોડ ઉપર તા.વંથલી, ગીરીશ ધનજીભાઇ બુટાણી ઉ.વ. ૪૦ રહે. ખલીલપુર રોડ વ્રજધામ એપાર્ટમેન્ટની સામેની શેરી રાજનગર જુનાગઢને જુગાર રમતા પકડી પકડી પાડી રૂપિયા ૪૯૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુનાગઢ તાલુકાના માખીયાળા ગામનો જુગારી હસમુખ વાઘજી ગજેરા નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ માંગરોળ તાલુકાના ફુલરામા ગામમાં મંદિર પાસે જાહેરમાં પંથકમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા શીલ પોલીસે રેઇડ પાડી હતી.
કાર્યવાહીમાં પરબત ઉર્ફે કપુરીયો જીવાભાઇ ડાકી, કિશોર જેઠાભાઇ પરમાર, મેણસી અભુભાઇ આંત્રોલીયા, દેવા ગીગાભાઈ કિદરખેડીયા, મનસુખ અરશીભાઈ ભરડા, મોહન ગીગાભાઈ કિન્દરખેડીયા, રોહિત ગોવિંદભાઈ પરમાર, મનસુખ દુદાભાઈ પરમાર, કમલેશ પુંજાભાઈ ડાકી અને નકુલ હરસુખભાઈ પટણીને રૂપિયા ૧૪,૮૬૦ની રોકડ સાથે જુગાર ખેલતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
