News of Thursday, 9th October 2025
મોટી લાખાણીના પ્રદિપસિંહના એકાઉન્ટમાં જાણ બહાર રૂા.ર.૮૩ કરોડના બીલો બનાવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાઈ
જામનગરના ચકચારી સી.એ. કૌભાંડમાં પહેલી ફરીયાદ નોંધાવાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯ : જામનગર તાલુકાના મોટી લાખાણી ગામે રહેતા પ્રદિપસિંહ લાલુભા જાડેજાએ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી સી.એ. અલ્કેશભાઈ પેઢડીયાની બ્રહમ એન્ડ એસોસીએટમાં ફરીયાદીની પેઢીનું એકાઉન્ટ લખનાર સી.એ. અલ્કેશભાઈ પેઢડીયા તેમની પેઢીનું જી.એસ.ટી. રીટર્નમાં વેચાણના ગ્રાહકોના બીલની જગ્યાએ અન્ય જી.એસ.ટી. ધારક વેપારીઓના મોટી રકમના ખોટા બીલો દર્શાવી ફરીયાદીના જી.એસ.ટી. પોર્ટલ ઉપર ભરવાપાત્ર રીટર્નમાં ખોટા બીલો બતાવી રૂા. ર,૯૩,૮૩,૩૩રની વેરા શાખ જાણ બહાર અન્ય વેપારીઓને આપી ગુન્હાહિત વિશ્વાઘાત કરી ગુન્હો કરેલ છે.
માથાકુટની વાતચીત કરવા જતા બઘડાટી
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રોહીતભાઈ ચંદુભાઈ લીંબડ, ઉ.વ.૪૩, રે. શંકરટેકરી ભાણભાની દુકાન પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧૦-ર૦રપ ના દિગ્વીજય પ્લોટ ૪૯, વરૂડી પાનની પાસે ફરીયાદી રોહીતભાઈ મોટરસાયકલ લઈ જતા હોય ત્યારે આરોપી હાર્દિકભાઈ ડાંગર પોતાની એકસેસ મોટરસાયકલ લઈને સામા મળેલ ત્યારે ફરીયાદી રોહીતભાઈના ભાણેજને આરોપી હાર્દિકભાઈ ડાંગર સામે અગાઉ પંદરેક દિવસ પહેલા ઝઘડો થયેલ હોય જેથી ફરીયાદી રોહીતભાઈ એ આરોપી હાર્દિકભાઈનો રસ્તો રોકી વાતચીત કરેલ અને સાહેદ ફરીયાદી રોહીતભાઈના ભાણેજને વાત કરવા ફરીયાદી રોહિતભાઈએ બોલાવેલ અને ફરીયાદી રોહિતભાઈ ના ભાણેજ આવી જતા આરોપી હાર્દિકભાઈ એ ફરીયાદ રોહિતભાઈને ગાળો આપવા લાગેલ અને આરોપી હાર્દિકભાઈ તથા નીતીનભાઈ એ ફરીયાદી રોહિતભાઈના ભાણેજને શરીરે ઢીકાપાટુનો આડેધડ માર મારવા લાગેલ ત્યારે ફરીયાદી રોહિતભાઈ છોડાવવા જતા આરોપી હાર્દિકભાઈ ડાંગર એ તેમની પાસે રહેલ છરી વડે ફરીયાદી રોહિતભાઈને ડાબા પગના સાથળના ભાગે એક ઘા મારી ઈજા કરેલ તેમજ તેમજ ફરીયાદી રોહિતભાઈના ભાણેજને શરીરે મુંઢ ઈજા કરી આરોપી હાર્દિકભાઈ ડાંગરએ ફરીયાદી રોહિતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી ઘરમાં ઘુસી નુકશાન
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સુમીતાબેન દિનેશભાઈ સીંગરખીયા, ઉ.વ.પ૦, રે. શંકરટેકરી, નહેરૂનગર શેરી નં.૭ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧૦-ર૦રપ ના ફરીયાદી સુમીતાબેનના દિકરા નીતીનને આરોપીઓ રીટાબેન ઉર્ફે બેનાબેન રોહિતભાઈ લીંબડ, રોહિત ચંદુભાઈ લીંબડ, જગદીશભાઈ વિજયભાઈ વરાણીયા, જશુ સુરેશભાઈ પરમાર, મેહુલ રાજેશભાઈ સાકરીયા, શીતલ કેશુભાઈ વરાણીયા, પુજા રાજેશભાઈ વરાણીયા, જયેશ સિહોરા, સુમીત રાજુભાઈ વરાણીયા, મીતલ સુરેશભાઈ પરમાર, દેવરાજ ઉર્ફે બચુ કેશુભાઈ વરાણીયા, જીત રોહિતભાઈ લીંબડ, મીહીર રાજેશભાઈ વરાણીયા સાથે કોઈ માથાકુટ થયેલ હોય જેથી તેને ગોવતા બધા માણસોએ એકસંપ કરી ટોળામાં ઈરાદો પાર પાડવા લાકડી ધોકા જેવા હથીયારો સાથે ફરીયાદી સુમીતાબેનના ઘરે આવી ગાળો આપી જાતીપ્રત્યે અપમાનીત કરી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડી ધોકાથી ઘરમાં ફળીયામા સંડાશ બાથરૂમના દરવાજા તોડી નાખી નુકશાન કરી ઘરની બહાર પડેલ જયુપીટર જેના રજી.નં. જી.જે.૧૦-ઈએફ-૩૭૯ર તેમજ એકસેસ જી.જે.૧૦-ઈબી-૩પ૭૧ વાળા વાહન કોઈપણ જવલનશીલ પદાર્થથી સળગાવી નાખી નુકશાન કરી તેમજ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
મહિલાના ગળામાંથી ચેન
ઝુટવી લીધો
જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી, ઉ.વ.૩૮, રે. પ્રાથમીક શાળાની બાજુમાં, લાપાસરી ગામ, તા.જિ.રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૦૯-ર૦રપ ના દાણીધાર નાથજી દાદાના મંદિરની અંદર પ્રસાદી હોલમાં ફરીયાદી કુલદીપસિંહ ના પરીવારના સભ્યો નાથજીદાદાના મંદિર દાણીધાર ખાતે શ્રાધોત્સવમાં ગયેલ ત્યા મેળામાં માણસોની ભીડનો લાભ લઈ કોઈ અજાણી સ્ત્રીએ ફરીયાદી કુલદીપસિંહ ના માતા સુમીતાબાના ગળામાં પહેરેલ સોનાની માળા જે આશરે ત્રણેક તોલાની અને તેઓના પત્ની કાજલબાએ ગળામાં પહેરેલ સોનાનું મંગળસુત્ર આશરે ત્રણેક તોલાનું આમ આશરે છએક તોલાનું સોનું જેની એક તોલાની કિંમત રૂ.ર૦,૦૦૦/- એમ કુલ છ તોલા સોનાની કિંમત રૂ.૧ર૦૦૦૦/- નું કોઈ અજાણી સ્ત્રી ઈસમે ચોરી કરી લઈ જઈ નાશી જઈ ગુનો કરેલ છે.
પવનચકકીમાંથી કોપરના વાયરની ચોરી
જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, ઉ.વ.૪૬, રે. મુળીલા ગામ, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-૦૯-ર૦રપ ના જી.પી.ઈ.સી.એલ.કંપનીની પવનચકકી લેકેશન નં.ર૪,રપ,ર૬ તથા વાયુ એસ.એમ.કંપનીની પવનચકકી લોકેશન નં.૯૪૮,૯પ૦,૯પર તેમજ મોટી વાવડી ગામે સાઈટ ઓફીસની સામેના ભાગે આવેલ વાયુ એસ.એમ.કંપનીની પવનચકકી લોકેશન ૮૬,૮૭,૮૮ તેમજ છતર ગામે મોટી વાવડી ગામ તરફ જતા રસ્તે ગાદલા સીમ વિસ્તારમાં આવેલ વાયુ એસ.એમ.કંપનીની પવનચકકી લોકેશન નં.૯૩પ,૯૩૬, ૯૩૭ વાળી એમ કુલ ૧ર અલગ અલગ પવનચકકીઓન ટ્રાન્સફોર્મરના બહારના ભાગેથી તળીયાના ભાગ તરફ જતો લીલા કલરના કવરવાળો ૧પ૦ એમ.એમ.કોપર અર્થીગ વાયરનો કેબલો જે તમામ પવનચકકીઓનો મળી કુલ-૮૪ મીટર અર્થીગ કોપર વાયર જેના એક મીટરની કિમત ૬૦૦/- એમ કુલ કિંમત રૂ.પ૦,૪૦૦/- નો કોપર વાયર કોઈ અજાણ્યો ઈસમે ઈસમો કાપીને ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
પડાણા પાટીયા પાસે જુગાર રમતી એક મહિલા સહિત પાંચ ઝડપાયા
જામનગર : મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ ડોસાભાઈ ગોજીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧૦-ર૦રપ ના પડાણા પાટીયા સનરાઈઝ સ્કુલ પાછળ, ઈટુના ભઠ્ઠા પાસે આરોપીઓ સગુણા પ્રવિણભાઈ ખાડેખા, દિલીપભાઈ દેવાભાઈ મુછડીયા, દુદાભાઈ ભીખાભાઈ પરમાર, લાખાભાઈ હમીરભાઈ મકવાણા, ચનાભાઈ હિરાભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૧૭૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જુગાર રમતા પાંચ ઝડપાયા
જામનગર : અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧૦-ર૦રપ ના વૃંદાવનપાર્ક, કાલીંદી સ્કુલ પાછળ આરોપી જીગ્નેશ જમનભાઈ રાઠોડ, અશોકભારથી રમણીકભારથી ગોસ્વામી, વિવેક મુકેશભાઈ ખાખરીયા, રાહુલ રમેશભાઈ ખરા, રીઝવાન ફિરોજભાઈ જસાણી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૦૭પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
યુવાનનો ગળાફાંસો
જામનગર : જામજોધપુર તાલુકાના મેલાણ ગામે રહેતા પાંચાભાઈ ગલાભાઈ છેલાણા, ઉ.વ.૩૭ એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮-૧૦-ર૦રપ ના મરણજનાર માંડાભાઈ ગલાભાઈ છેલાણા, ઉ.વ.૪ર વાળા ને છેલ્લા ચાર પાંચ કે વર્ષથી માનસીક બિમારી હોય જેથી દવા ચાલુ હોય અને છેલ્લા ત્રણેક મહિનાથી દવા લેવા છતા તેમને નિંદર આવતી ન હોય જેથી કંટાળી પોતાની જાતે રૂમની છતમાં આવેલ પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
