<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

લીંબડીના વણોદરનાં પાટીયા પાસે ત્રિપલ અકસ્‍માતઃ ટ્રાફીક જામ

ર કાર અને બાઇક વચ્‍ચે અકસ્‍માત થતા ર ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯: સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે દિનપ્રતિદિન હવે ગોજારો બની રહ્યો છે અને રોજબરોજ અકસ્‍માતોની ઘટનાઓ સામે આવતી રહે છે ત્‍યારે વાહનોના ચાલક પોતાના વાહનની બેફામ રીતે ચલાવી અને અકસ્‍માત સર્જતા હોય છે અને કયારેક કયારેક મોટી જાનહાનિ પણ થતી હોય છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા વડોદ ગામના પાટીયા પાસે હાલમાં ત્રિપલ અકસ્‍માત ચર્ચા પામ્‍યો છે જેમાં બે વ્‍યક્‍તિઓને ઇજા પહોંચતા તાત્‍કાલિક અસરે તેમને સારવાર માટે સાર્વજનિક હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે ત્રીપલ અકસ્‍માતમાં રોડની વચ્‍ચોવચ વહાણ પલટી મારી જવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્‍યો સર્જાયા હતા ત્‍યારે તાત્‍કાલિક અસરે લીમડી પોલીસને જાણકારી મળતાની સાથે જ ઘટના સ્‍થળ ઉપર પહોંચી અને વાહનોને એક સાઈડ કરી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્‍યો હતો જ્‍યારે આ ત્રિપલ અકસ્‍માતની જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદ ગામના પાટિયા પાસે ટ્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. બે કાર અને એક બાઈક વચ્‍ચે ટક્કર થઈ હતી. અકસ્‍માતમાં ૨ લોકોને ગંભીર થઈ હતી.

બંને ઈજાગ્રસ્‍તને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્‍થળે પહોચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.(૬.૧૩)

(1:03 PM IST)