News of Thursday, 9th October 2025
કલ્યાણપુરનાં પટેલકામાં અનુસુચીત જાતીના લોકો સાથે ભેદભાવ : રાષ્ટ્રપતિનો કાફલો રોકવાની ચિમકી
ભીમ આર્મી સહિત આગેવાનો દ્વારા ન્યાયની માંગણી : ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ સહિતના દોડી ગયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૯ : પંદરમી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થઇ ગયું છતા પણ હજુ કેટલાક ગામોમાં જુની ગુલામીની માનસીકતા રહેતી હોય છે. તેનો નમુનો દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પટેલકા ગામમાં જોવા મળ્યો.
પટેલકા ગામના સવર્ણો દુકાનદારો દ્વારા અનુ.જાતીના લોકોનો દુકાનોમાં માલ ના આપવા, સાર્વજનીક જગ્યાએ મંદીરોમાં પ્રવેશ નહી વિ. થતા ત્રાસથી અનુ.જાતીના ગ્રામજનો અનુ. જાતીના અગ્રણીઓ પટેલકા દોડી આવ્યા હતા. ગામમાં સભા યોજીને આવેદનપત્ર આપ્યું હતું. ભાગ્યે જ બનતી આવી ઘટના થતા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડ પટેલકા દોડી આવ્યા હતા. તેમણે આ ભેદભાવ તથા અનુ.જાતી બહિષ્કાર નાબુદ કરવા ખાતરી આપી હતી.
જો કે ભીમ આર્મી તથા અનુ.જાતીના લોકો અન્યોના ભેદભાવ યુકત વલણથી ત્રાસી ગયેલા હોય તથા રોજીંદા જીવન વ્યવહારમાં પરેશાની થતી હોય ૧૧-૧૦-રપ પહેલા તંત્રને આ ભેદભાવનું નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. નહી થાય તો તા. ૧૧-૧૦રરપના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારકા આવતા હોય તેમના કાફલાને રોડ પર રોકીને ન્યાયની માંગ કરવામાં આવશે તેવી ભીમ આર્મીની જાહેરાતથી તંત્ર દોડયું હતું. (૪.૮)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
