<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

અમરેલીના લીલીયાના મોટા કણકોટ ગામેથી સિંહણનો મૃતદેહ મળ્યો : વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

સિંહણનો મૃતદેહ લઈ પેનલ પીએમ માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો

અમરેલી જિલ્લામાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. લીલીયાના મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો છે. લીલીયા રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. સિંહણનો મૃતદેહ લઈ પેનલ પીએમ માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. સિંહણના મોતનું કારણ જાણવા વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરી છે.


 

(6:38 PM IST)