<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

બિસ્માર ડાયવર્ઝન રસ્તા પર બેસી કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ :સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકરોની પોલીસે કરી અટકાયત

દુધરેજ પાસેનો પુલ બંધ કર્યા બાદ તંત્રએ આપેલ બિસ્માર અને ઉબડ ખાબડ ડાયવર્ઝનના રસ્તાના વિરોધ દરમિયાન અંદાજે 20 થી વધુ કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી કરી

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશી, કોંગ્રેસ આગેવાન વિક્રમ રબારી સહિતના અગ્રણી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અંદાજે 20 થી વધુ કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. દુધરેજ પાસેનો પુલ બંધ કર્યા બાદ તંત્ર દ્વારા આપવામાં આવેલ બિસ્માર અને ઉબડ ખાબડ ડાયવર્ઝનના રસ્તાના વિરોધ દરમિયાન કરી અટકાયત. બિસ્માર ડાયવર્ઝન રસ્તા પર બેસી કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

(8:59 PM IST)