<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

જસદણના આગેવાનો દ્વારા માર્ગ અને ડેમના મુદ્દે બાવળીયા સમક્ષ રજૂઆતઃ

આટકોટ, જસદણના આગેવાનો ગાંધીનગર ખાતે ધારાસભ્‍ય તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે મળ્‍યા હતા, જેમાં જંગવડથી રાજકોટ સુધીના સ્‍ટેટ હાઈવેના રિસરફેસિંગ કામ તેમજ કર્ણુકી ડેમને સૌની યોજનામારફતે ભરવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ તાત્‍કાલિક મુખ્‍યમંત્રી સમક્ષ આ પ્રશ્‍નો રજૂ કરી માર્ગના રિસરફેસિંગ કામ ઝડપથી શરૂ કરવા આગ્રહ કર્યો હતો, જ્‍યારે કર્ણુકી ડેમનું કામ મંજૂર થઈ ટેન્‍ડર પ્રક્રિયા સુધી પહોંચી ગયું છે. મુખ્‍યમંત્રીશ્રીએ પણ રજૂ થયેલા પ્રશ્‍નોના વહેલી તકે નિવારણ લાવવાનો વિશ્વાસ આપ્‍યો હતો. આ રજૂઆત દરમિયાન જસદણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, રમેશભાઈ સાકરિયા, હિતેષભાઈ રામાણી, નિલેશભાઈ ભાયાણી અને મનસુખભાઈ જાદવ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:13 AM IST)