<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વાંકાનેરમાં ધ્‍યાનિ ધુન મંડળ દ્વારા ર૪ કલાકનો શ્રી ચામુંડા માતાજીનો નવરંગો માંડવાનું આયોજન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૦: વાંકાનેરમાં છેલ્લા પ૧ વર્ષથી નિઃસ્‍વાર્થ ભાવે વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતુ ધ્‍યાનિ ધુન મંડળ દ્વારા તા. ૧૧ ને શનિવારે સવારે શુભ ચોઘડીએ માતાજીના માંડવાનું થાંભલી રોપણ બાદ આમંત્રીત ભુવાશ્રીઓના વાજતે ગાજતે સામૈયા બાદ સાંજે ૪ કલાકે દાંડીયારાસ બાદ સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ માથકવાળા રાવળદેવ કલાકાર રાજુભાઇ કુકાભાઇ મકવાણા દ્વારા ર૪ કલાક ડાક (ડમર)ની રમઝટ બોલાવશે. આ તકે પંચના ભુવાશ્રી રમેશભાઇ નાગર, બાબુભાઇ રાજગોર, વિજયભાઇ ચૌહાણ, કિશોરભાઇ ગોહેલ, ચેતનભાઇ મીષાી, પ્રવિણભાઇ મકવાણા, તથા જગદિશભાઇ વીછી ઉપરાંત આમંત્રીત ભુવાશ્રી બાબુભાઇ ખાંભલા, અમિતભા ગઢવી, રાહુલભાઇ રબારી, વિનુભાઇ બોરીચા, ઉપરાંત નવાપરા ભુવા મંડળ તથા કુંભારપરા ભુવા મંડળ ખાસ ઉપસ્‍થિત રહેશે તેમ ધ્‍યાનિ ધુન મંડળના મઢના પુજારી શ્રી ધીરેનભાઇ (ભોલાભાઇ ગઢવી) એ જણાવ્‍યુ હતું.

શ્રી ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું સ્‍થળ શ્રી ચામુંડા માતાજીનો મઢ, મોચી સમાજની વાડી સામે ગઢની રાંગ વાંકાનેર ખાતે રૂડુ આયોજન કરવામાં આવેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઇઓ-બહેનોએ દર્શનનો લાભ લેવા ધ્‍યાનિ ધુન મંડળ પરિવારના મોહનભાઇ ખાંડેખા તથા બાબુભાઇ રાજગોર દ્વારા જાહેર આમંત્રણ સાથે યાદી આપતા જણાવ્‍યું છે. ઉપરોકત વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતુ ધ્‍યાનિ ધુન મંડળ દ્વારા વાંકાનેરની લુહાર શેરી ખાતે આવેલ ગઢની ખાતે માં શ્રી ચામુંડા માતાજીના મઢની સ્‍થાપના ને ર૯ વર્ષ પુર્ણ થતા માતાજીના ર૪ કલાકનો નવરંગા માંડવાનું રૂડુ આયોજન કરવામાં આવેલ છે.

આ તકે તા. ૧૧-૧૦-રપ શનિવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે આમંત્રીત ભાવિક ભકતજનો માટે માતાજી મઢ ખાતે મહાપ્રસાદ પણ સાથે આયોજન કરેલ હોય તો માંઇ ભકતોએ મહાપ્રસાદનો લાભ લેવા યાદીમાં જણાવેલ છે.

(11:35 AM IST)