હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરધારમાં કાલથી શ્રી સિંહમોઇમાતાના મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલ તા. ૧૧ થી તા. ૭ સુધી સળંગ ર૮ દિવસ સુધી યજ્ઞ આહુતી યજ્ઞ બાદ ભાગવત કથાનું આયોજનઃ ૭ દિવસ સરધાર ધુંવાડા બંધ પ્રસાદ લેશે પ્રથમ ત્રણ દિવસ મુખ્ય યજમાન મનસુખભાઇ પાણ પરિવાર બેસશે સહ યજમાનપદે રાજકોટનાં રાજવી માંધાતાસિંહ પરિવાર સાથે બેસશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૦: રાજકોટ- આટકોટ રોડ ઉપર રાજકોટથી ૨૫ કિ.મી. દુર આવેલા સરધાર ગામના તમામ ધર્મના તમામ જ્ઞાતિના આસ્થાનું કેન્દ્ ગણાતા શ્રી સિંહમોઇ માતાના મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી પ્રારંભ થશે. જેમાં યજ્ઞ, ભાગવત કથા, તુલસી વિવાહ, રાત્રી દરમ્યાન લોક ડાયરો, રાસ ગરબા જેવા કાર્યક્રમો સળંગ ૨૮ દિવસ સુધી યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો જહેમત ઉઠાવી રહયા છે.
રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલા શ્રી સિંહમોઇમાતાનું મંદિર ઐતિહાસિક અને જાગતુ પિરાણુ છે. સરધાર ગામના તમામ ધર્મ, જ્ઞાતિના લોકો માટે તે આસ્થાનું પ્રતિક છે. સરધાર ગામના તમામ સમાજના લોકો દ્વારા અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ. મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી પ્રારંભ થઇ રહયો છે. ત્યારે સરધાર ગામમાં દરેક ઘરમાં જાણે પોતાના ઘરે જ પ્રસંગ હોય તેવો ઉત્સાહ જોવા મળી રહયો છે.
સરધારના ઐતિહાસિક શ્રી સિંહમોઇમાતાનું મંદિર થોડુ જર્જરીત થઇ ગયુ હતું. ગામના જ આગેવાનો દ્વારા મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું આયોજન કર્યુ અને જોત જોતામાં ત્રણ કરોડ જેવી રકમ ટુંકા ગાળામાં આવી પણ ગઇ!
પાલીતાણાના પ્રખ્યાત પી.કે. સોમપુરા એન્ડ સન્સ પરિવાર દ્વારા શિલ્પ શાસ્ત્રના અનુસાર વિધિ વિધાન સાથે પાંચ મુહુર્ત કરીને નક્ષત્ર મેળવી મંદિરના જીર્ણોધ્ધારનો પ્રારંભ કર્યો હતો. જેમાં ૧૦ હજાર ધનફુટ જેટલુ કોતરણી કામ કરી મંદિર તૈયાર કરી દેવામાં આવ્યું છે.
આ મંદિરના પથ્થરો રાજસ્થાનથી લાવવામાં આવ્યા છે. જેનો સ્થળ ઉપર જ નિષ્ણાંત કારીગરો દ્વારા કલા કોતરણી કરી મંદિર સંપૂર્ણ નાગુેચા શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
મંદિરના ગર્ભગૃહમાં સંગે-મરમર મારબલની જડાઇ કરવામાં આવી છે અને ફલોરીંગ રાજસ્થાનનાં પ્રખ્યાત મારબલીથી કરવામાં આવ્યું છે.
મંદિરમાં શ્રી સિંહમોઇ માતાજી અને શિવાલય મુળ જગ્યાએ જ રાખી મંદિરનું પુનઃ નિર્માણ કાર્ય કરવામાં આવ્યુંછે.
આ મંદિરના નિર્માણ કાર્યમાં રાજકોટના રાજવી પરિવારથી લઇ ગામમા મજુરી કામ કરતા તમામ પરિવારોનું ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે યોગદાન મળ્યું છે.
પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી યજ્ઞ દ્વારા પ્રારંભ થશે. તા.૧૧ ઓકટોમ્બરથી તા.૭ નવેમ્બર સુધી ચાલનાર યજ્ઞમાં પ્રથમ ત્રણ દિવસ મુખ્ય યજમાન મનસુખભાઇ પરષોતમભાઇ પાણ અને સહ યજમાન પદે રાજકોટના રાજવી માંઘાતાસિંહજી સહ પરિવાર યજ્ઞમાં બેસી આહુતી આપશે.
ત્યાર બાદ આ મંદિરમાં જેમનું ૧૧ હજાર થી વધુ યોગદાન મળ્યુ છે તેવા ૫૨૦ દંપતિઓ દ્વારા રોજ ૨૧ દંપતિઓ સળંગ ૨૬ દિવસ સુધી બેસી યજ્ઞમાં ંઆહુતી આપશે.
કાલથી પ્રારંભ થતા આ મહોત્સવ દરમિયાન રોજ બાલ બટુક હનુમાનજી ગોપાલ મંડળ દ્વારા સવારે પાંચ થી છ વાગ્યા સુધી સરધાર ગામમાં પ્રભાત ફેરી યોજશે.
યજ્ઞના સમાપન બાદ મંદિરના પટાગણમાં તા.૧/૧૧ થી શાસ્ત્રી વિપુલભાઇ વ્યાસના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ થશે જેનો વિરામ તા.૭/૧૧ ના રોજ થશે.
કથા દરમિયાન રોજ રાત્રે લોકડાયરા, રાસગરબા, સાહિત્યના કાર્યક્રમો યોજાશે તેમજ તુલસી વિવાહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો જહેમત ઉઠાવી રહયા છે. આ મહોત્સવ માટે યજ્ઞ મંડપથી લઇ પગરખા સમિતિ પણ બનાવવામાં આવી ગઇ છે. જેઓ પણ તડામાર તૈયારી કરી રહયા છે.
આ મંદિર વિષે અને મહોત્સવ અંતર્ગત કોઇ પણ માહિતી અંગે ચેતનભાઇ પાણ મો.નં. ૯૪૨૬૪ ૩૦૩૪૫, હરેશભાઇ કાશીપરા, મો.નં. ૯૪૨૬૪ ૪૯૧૪૧, જગદીશભાઇ ટીંબડીયા મો.નં. ૯૪૨૬૮ ૯૯૪૮૯, પીન્ટુભાઇ ઢાંકેચા મો.નં. ૯૯૦૯૪ ૮૨૧૧૧, મુકેશભાઇ ગઢવી મો.નં. ૯૮૭૯૯ ૪૯૭૧૧, વિશાલભાઇ સાંકડેચા મો.નં. ૯૬૮૭૩ ૭૨૮૮૮ અને વેરશીભાઇ ગમારા મો.નં. ૯૪૨૬૪ ૪૯૧૪૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. આ મહોત્સવનો લાભ લેવા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.(
રાજકોટના રાજવી પરિવાર ત્રણ દિવસ
પરીવાર સાથે યજ્ઞમાં આહુતી આપશે
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૦ :.. સરધારના શ્રી સિહમોઇ માતાના મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહ યજમાન તરીકે રાજકોટના રાજવી પરીવાર પ્રથમ ત્રણ દિવસ પરિવાર સાથે યજ્ઞમાં બેસશે.
આ મહોત્સવનાં મુખ્ય યજમાન મુળ સરધારના જ અને હાલ રાજકોટ રહેતા પાન હેલ્થ અને હાઇ-બોન્ડ સિમેન્ટ વાળા મનસુખભાઇ તથા અરવિંદભાઇ પરષોતમભાઇ પાણ પરિવાર છે. જયારે સહ યજમાન તરીકે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા ર૮ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં પ્રથમ ત્રણ દિવસ યજ્ઞમાં બેસી આહુતી આપશે.
આઠ દિવસ સરધાર તેમજ
આજુબાજુનાં ગામો ધુંમાડા બંધ
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૦ :.. કાલથી પ્રારંભ થનારા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તા. ૧-૧૧ થી ૭-૧૧ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.
કથા દરમિયાન રોજ રાત્રે કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કથા દરમિયાન રોજ બન્ને ટાઇમ સરધાર તો ખરુ જ પરંતુ આજુબાજુના ગામોને પણ ધુંવાડા બંધ મહાપ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કથા દરમિયાન રોજ ૧ર થી ૧પ હજાર લોકો બન્ને સમય મહાપ્રસાદનો લાભ લેશે.
તુલસી વિવાહનું ભવ્ય આયોજન હાથીની અંબાડી ઉપર બેસી ઠાકોરજી પધારશે
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૦ :.. પુનઃ પ્રતિષ્ઠા મહોત્સ્વ દરમિયાન કથા વખતે તુલસી વિવાહનું ભવ્ય અને સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.
તુલસી વિવાહનો પ્રસંગ પણ ભાતીગળ સંસ્કૃતિ મુજબ ઉજવવામાં આવશે. જેમાં સરધાર તેમજ આજુબાજુના માલધારી સમાજ હજારોની સંખ્યામાં હાથીની અંબાડી ઉપર ઠાકરની જાડેરી જાન લઇ આવશે. જેમાં માલધારી સમાજ તેમના ભાતીગળ પહેરવેશ પહેરી ઠાકરની જાનમાં જોડાશે. ઠાકર પક્ષે માલધારી સમાજ સરધાર અને કન્યા પક્ષે વિજયભાઇ જેઠાભાઇ રાણીપા પરિવાર રહેશે. (પ-૧ર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
