વાંકાનેરના શ્રી રામધામ ટ્રસ્ટ- જાલીડા દ્વારા રઘુવંશી પરિચય મેળો યોજાયો
શ્રી રામધામના સ્વપ્ન દૃષ્ટા અને રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઅખેણી, શ્રીરામ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, હસુભાઇ ભગદેવ, ભીખાલાલ અશ્વિનભાઇ (મામા દલાલ), પરેશભાઇ કાનાબાર, મેહુલભાઇ નથવાણી, મહેશભાઇ રાજવીર, વ્યાપારી અગ્રણી કિશોરભાઇ જે. પુજારા, રામધામ ટ્રસ્ટ મહિલા મોરચાના પ્રમુખ તથા રાજકોટ જીલ્લા ભા.જ.પ. મહીલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, ભાવનાબેન મીરાણી સુનિતાબેન સોમાણી, પ્રતિભાબેન કટારીયા, શારદાબેન કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર ,તા.૧૦: ચોટીલા બાઉન્ડ્રી પાસે આવેલા નિર્માણધીન શ્રી રામધામ ટ્રસ્ટ- જાલીડા ના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી ‘‘સપના ના વાવેતર પરીવાર -મુંબઇ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરિચય મેળાનું રૂડુ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ ઝળળહતી સફળતા પ્રાપ્ત થઇ હતી.
ઉપકોરત રઘુવંશી પરિચય મેળામાં સાડા ચારસોથી વધુ પરિવારોના યુવક-યુવતિઓએ હર્ષભેર ભાગ લીધો હતો પરિચય મેઇાની પુણાહુતી બાદ શ્રી રામદાસ ‘‘છોટી અયોધ્યા''-ટ્રસ્ટ દ્વારા શ્રી રામધામની પવિત્ર પાવનભુમી પર શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત તમામ હજારો રઘુવંશી પરિવારો દ્વારા દાંડીયા રાસનું સુંદર આયોજન ઉપરોકત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતું.
આ શરદોત્સવમાં દસ વર્ષથી માંડી ૮૫ વર્ષના વયોવૃધ્ધ ભાઇઓ-બહેનો મનમુકી રાસે રમ્યા હતા.
રાસોત્વના કાર્યક્રમ પુર્ણથયા બાદ શ્રી રામધામ ખાતે જ મહાપ્રસાદનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું સોૈ રઘુવંશી પરિવારોએ સમુહમાં એકી સાથે પ્રસાદ ગ્રહણ કરેલ હતુ. મજાની વાતો એ હતી કે ઉપરોકત પરિચય મેળો -રાસોત્સવ-મહાપ્રસાદ સહિતના તમામ કાર્યક્રમનો ખર્ચ શ્રીરામધામના ટ્રષ્ટીઓ દ્વારા સ્વખર્ચે સમાજ સેવાના ભાગરૂપે કરવામાં આવેલ હતો કોઇ જાતનો ખર્ભ શ્રીરામધામ ટ્રસ્ટમાંથી કરેલ નથી તે દરેકની જાણ માટેની ઘોષણા શ્રીરામધામના પાયાના પથ્થર સમા શ્રી વિનુભાઇ કટારીયા દ્વારા કરવામા આવી હતી.
આજના આ કાર્યક્રમમાં સપનાના વાવેતર પરિચય-મુંબઇના સભ્યો ઉપરાંત રામધાનના સ્વપ્ન દૃષ્ટા અને એક માત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ટ્રષ્ટીશ્રી હસુભાઇ ભગદેવ, વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાભાઇ, ભીખાલાલ પાઉં, અશ્વિનભાઇ(મામા દલાલ),પરેશભાઇ રમેશભાઇ અખેણી, મહાજન અગ્રણીઓ કિશોરભાઇ જે. પુજારા, મહેશભાઇ રાજવીર, વિજયભાઇ પુજારા, ઉમંગભાઇ રાજવીર ઉપરાંત રામધામ મહિલા મોરચાના પ્રમુખ તથા રાજકોટ જીલ્લા મહિલા મોરચાના પ્રમુખશ્રી સોનલ બેન વસાણી,નવિનભાઇ પુજારા, જાગૃતિ બેન ખીમાણી, નવિનભાઇ તન્ના (રાજકોટ), વાંકાનેર મહીલા મંડળના અગ્રણીઓ શ્રી ભાવનાબેન મીરાણી, પ્રતિક્ષાબેન કટારીયા, શારદાબેન કાનાબાર, પુનિતાબેન સોમાણી, કિંજલબેન સોમાણી, સુચકબેન સહીતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતીમાં આ રઘુવંશી પરિચય મેળો સંપન થયો હતો.
આ કાર્યક્રમના અંતે સપનાના વાવેતર પરિવાર મુંબઇના આયોજકો દ્વારા શ્રી રામધામ ટ્રસ્ટ-જાલીડા તથા રામધામના સ્વપ્ન દ્રષ્ટા શ્રી જીતુભાઇ સોમાણી તથા તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યકત કરેલ હતો. અને આજના આ કાર્યક્રમને જળહળતી સફળતા જોઇ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેર નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને રામધામમાં વિનામુલ્યે આર્કીટેકની સેવા આપતા હર્ષિતભાઇ સોમાણી, વિકીભાઇ રાજવીર, વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, રાજભાઇ સોમાણી, જયેશભાઇ સુચક, રામભાઇ ખખ્ખર, કેતનભાઇ સોમાણી, મેહુલભાઇ નથવાણી, મયંકભાઇ પાંઉ, જાગૃતિબેન ખીમાણી તથા વિઠલાણીભાઇએ જહેમત ઉઠાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું કથરેજ મેળવવા વાંકાનેર પત્રકાર લિતેશભાઇ ચંદારાણા, ટંકારાના પત્રકાર, ભાવિનભાઇ સેજપાલ તથા ચોટીલા ઇ.મીડીયાના મુકેશભાઇ ખખ્ખર ખાસ ઉપસ્થિત રહયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિનુભાઇ કટારીયા તથા મેહુલભાઇ નથવાણી દ્વારા કરવામાં આવેલ હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
