હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલેટાના બુટલેગર દિપ ઉર્ફે ટીલ્યો રાઠોડને ‘પાસા' તળે જેલમાં ધકેલાયો
રૂરલ એલસીબીએ દિપને પકડી પાડી અમદાવાદ જેલમાં ધકેલી દીધો

રાજકોટ, તા., ૧૦ : ઉપલેટાના બુટલેગરને પાસા તળે રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.
જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા અસામાજીક પ્રવળતી કરતા અને વારંવાર ગુન્હાઓ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા (ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશીયલ એકટીવીટીઝ એકટ-૧૯૮૫) તળે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ગે.કા. ઇંગ્લીશ દારૂના કેશમા પકડાયેલ આરોપી દીપ ઉર્ફે ટીલ્યો કીરીટભાઇ રાઠોડ ઉ.વ. ૩૩ રહે. કળષ્ણકેક ઓઇલમીલ રોડ વિજયનગર સોસયટી બ્લોક નંબર ૧૯, ઉપલેટા વાળા વિરૂધ્ધ પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર.વી.ભીમાણી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ તરફ મોકલતા રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. ઓમ પ્રકાશ દ્વારા મજકુર ઇસમની પાસા વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી.ટીમ દ્વારા મજકુર ઇસમને ઉપલેટા ખાતેથી શોધી પાસા અટકાયતના હુકમની બજવણી કરી મજકુર ઇસમને ઉપલેટા પો.સ્ટે. ના પોલીસ ટીમ દ્વારા પોલીસ જાપ્તા સાથે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
પકડાયેલ બુટલેગર દિપ રાઠોડ સામે ઉપલેટામાં પ્રોહીબીશનના અલગ અલગ ત્રણ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એ.એસ.આઇ. બાલકળષ્ણ ત્રિવેદી, તથા અમીતસિંહ જાડેજા, અનીલભાઇ બડદોકીયા, શક્તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઇ જોષી તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ દ્વારા કરવામા આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
