News of Friday, 10th October 2025
ધ્રાંગધ્રાના મયુરનગરમાં મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ફર્નિચર ખાખ

વઢવાણ : જિલ્લાના ધાંગધ્રા મયુરનગરમાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરનુ ફર્નિચર, બારી સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. પ્રકાશભાઇ પટેલના ઘેર ફર્નિચરનું કામ ચાલુ હતુ.
ત્યારે સનમાઇકા ઉખાડતા સમયે ગેસગનથી આગ અચાનક સમગ્ર રૂમમાં ઙ્કસરી ગઇ હતી. જોતજોતામાં આગ ફેલાતા ઘરનું ફર્નિચર, એલ્યુમિનિયમની બારીઓ અને પંખા સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
ફાયર ફાયટરની ટીમે સ્થળ પર પહોંચીને આગ કાબુમાં લીધી હતી.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
