<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વાવાઝોડુ શક્‍તિઃ ગુજરાતમાં અસર વિના ૧૬ દિવસનો લાંબો પ્રવાસ પૂર્ણ

અકિલા એ પહેલા દિવસે જ કહ્યું હતુ કે શક્‍તિ ગુજરાતને અસર નહી કરે

(જયેશ ભટાસણા) ટંકારાઃ ઉત્તર હિંદ મહાસાગરમાં છેલ્‍લા વર્ષોનું સૌથી લાંબુ જીવંત વાવાઝોડું ગણાતું શક્‍તિ આખરે તેનો ૧૬ દિવસનો પ્રવાસ પૂર્ણ કરી રહ્યું છે. ૨૪ સપ્‍ટેમ્‍બરથી ૯ ઑક્‍ટોબર સુધી સક્રિય રહેલું આ વાવાઝોડું ધીરજ, શક્‍તિ અને અદ્વુત સ્‍થિરતાનું જીવતું ઉદાહરણ બન્‍યું.

અકિલા આગોતરી આગાહીમાં જણાવ્‍યું એ મુજબ એકચૂલ રહી, શક્‍તિએ ગુજરાતમાં કોઈ નોંધપાત્ર અસર કરી નથી. શક્‍તિ નામને સાર્થક કરતાં આ વાવાઝોડાએ ન તો ઝૂકવું પડ્‍યું કે ન તો ઠોકર ખાધી, અને પોતાની અનોખી મજબૂતાઈથી સૌને આヘર્યચકિત કર્યા.

આ લાંબા પ્રવાસ દરમિયાન શક્‍તિએ ઉત્તર હિંદ મહાસાગરમાં અનેક વિસ્‍તારોને પ્રભાવિત કર્યા, પરંતુ ગુજરાતમાં તેની અસર નહિવત રહી. હવે આ વાવાઝોડું પોતાની યાત્રા પૂર્ણ કરી રહ્યું છે.(૪૦.૨૪)

(1:40 PM IST)