હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th October 2025
પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બરના કો-ઓપ્ટ સભ્યો તરીકે પવનભાઇ અને નવઘણભાઇની વરણી

પોરબંદર તા.૧૦: ડિસ્ટ્રીક ચેમ્બરના કો-ઓપ્ટ સભ્યો તરીકે પવનભાઇ શિયાળ અને નવધણભાઇ મોઢવાડિયાની વરણી કરવામાં આવી છે.
ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિની બેઠકમાં દર વર્ષની પ્રણાલી મુજબ આ વર્ષે પણ કો-ઓપ્ટ સભ્યશ્રીઓ તરીકે વિવિધ ક્ષેત્રની ડીગ્નીટીઝનો સમાવેશ કરવા માટે મળેલ હતી, જેમાં શહેરના બે અગ્રણીઓને ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ તથા મહેર જ્ઞાતીમાં ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ મોઢવાડીયાની વરણી કરાઇ છે.
આ બન્ને અગ્રણી પોતાના ક્ષેત્રના વિશાળ અનુભવ અને કાબેલીયતને કારણે દરેકે ક્ષેત્રમાં પોરબંદર શહેરનું નામ ઉજજવલીત કરેલ છે જેનો લાભ ઘી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને જરૂરથી મળશે એવી આશા પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બરની કારોબારી સમિતિના સર્વે સભ્યોશ્રીઓએ બેઠકમાં વ્યકત કરેલ હતી. (૩.૧૦)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
