હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં જીવલેણ હથિયારો સાથે ધાડપાડુ લુંટારૂ ગેંગ ઝડપાઇ
પ આરોપીને ઝડપી લેતી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમઃ અનેક ગુન્હાઓમાં સંડોવણી ખુલ્લી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૦: જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘાડપાડુ લુંટારૂ ટોળકીને પકડી પાડીને પ આરોપીને જીવલેણ હથિયારો સાથે ઝડપી લીધા છે.
પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ ઘરફોડ ચોરી તથા પવનચકકીના કેબલ વાયર ચોરીઓના ગુનો શોધી કાઢવા સૂચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ શ્રી સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ શ્રી.પી.એન.મોરી નાઓ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી જામનગર જીલ્લામાં બનેલ વણશોધાયેલ લૂંટ/ચોરીનો ગૂનો શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના કાસમભાઇ બ્લોચ, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા નાઓને સંયુકત રીતે વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ ઉપર લૂંટારૂ ટોળકીના માણસો જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી, રોડ ઉપર પસાર થનાર માણસોને લૂંટી લેવા માટે તૈયારી કરવા એકઠા થયેલ છે.તેવી બાતમી આધારે પાંચ ઇસમોને જીવલેણ ધાતક હથિયાર તથા ચોરીના મુદામાલ સાથે પકડી પાડી, પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા નાઓની ફરીયાદ આપેલ, મજકુર ઇસમોને પો.સબ. ઇન્સ શ્રી.સી.એમ. કાંટેલીયા નાઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે નવાઝ જુમાભાઇ, દેથા સંધી ઉવ.૩૧ ધંધો મજુરી રહે. પીરલાખાસર તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા, અજય કારૂભાઇ સોલંકી દેવીપુજક ઉવ.૨૯ ધંધોમજુરી રહે. ઘંટેશ્વર પાસે, રાજકોટ મુળ-અમરેલી, અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ ઉવ.૨૮ ધંધો રી.ડ્રા રહે.એકતા સોસાયટી, પરાપીપળીયા રાજકોટ, મિતભાઇ ઉફે ગાંડો દિલીપભાઇ વાધેલા ઉવ.૩૦ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રૈયાધાર, રાણીમાં રૂડીમા ચોક, રાજકોટ મુળ- ભાણવડ જી.દેવભુમી દ્વારકા, વસીમભાઇ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી ઉં.વ.૨૫ ધંધો-મટન વેચાણ રહે. પરાપીપળીયા, રાજકોટ મુળ- સાવરકુંડલા જી.અમરેલીની ધરપકડ કરી છે. આ શખ્સોની અનેક ગુન્હામાં સંડોવણી ખુલ્લી છે.
પોલીસે કોપર કેબલ વાયર- ૨૨૦ મીટર કિ.રૂ. ૧,૩૬,૮૦૦/-, ઇકો ગાડી-૧ કિ.રૂ ૧,૫૦,૦૦૦/-, એફઝેડમો.સા/એકટીવા/સ્પલેન્ડર મો.સા-૦૩ કિ.રૂ ૧,૧૫,૦૦૦, મો.ફોન-૪ કિ.રૂ ૨૦૦૦૦, ગ્રાઇન્ડર મશીન-૧ કિ.રૂ ૧૦૦૦/-, (૬) ધાતક હથિયાર, કોયતો,છરી, ધારીયુ,ધોકો, પાઇપ, ટોટલ રીકવર મુદામાલ ૪,રર,૯૮૦/- જપ્ત કરેલ છે.
મુખ્ય આરોપીઃ- નવાઝ દેથા સંધી અગાઉ જામનગર, દેવભૂમી દ્વારકા જીલ્લામાં પવનચક્રકીના કેબલ વાયર ચોરીના ગુનામા પકડાયેલ હોય, જેથી પવનચકકીના અથિંગ કેબલ વાયર કઇ રીતે કાપી શકાય, તેનાથી સંપૂર્ણ વાકેફ હોય, આરોપી નવાઝ દેથા સંધી અગાઉ રાજકોટ પરાપીપળીયા ગામે રહેતો ત્યારે તેની રાજકોટ ઘંટેશ્વર નજીક ચા ની હોટલ પાસે ઉઠક બેઠક હોય,આ કામના અન્ય આરોપીઓ ચા ની હોટલે આવતા એકાબીજા અવાર નવાર મળતા હોય તે કારણે ઓળખાણ થયેલ હતી, ત્યારે નવાઝ દેથા સંધીએ આરોપીઓને કહેલ કે, કાલાવડ તાલુકામા આવેલ પવનચકકી ના અથિંગ ના કેબલ વાયર ચોરીમા વધુ પૈસા મળે છે. આ ચોરીમા સાથે રહેશો તો ભાગ મળશે તેમ કહેતા તમામ આરોપીઓ ચોરી કરવા જવામાં સહમત થયેલ હતા, આ પાચેય ઇસમો તેમના હસ્તકની ઇકો ગાડી, એફઝેડ, એકટીવા, તથા સ્પલેન્ડર મો.સા લઇ મોડી રાત્રીના કાલાવડ તાલુકામાં આવેલ પવનચકકીએ જઈ ત્યા નવાઝ દેથા સંધી પવનચકકી ના થાંભલા ઉપર દોરડા વાટે ચડી, આ ર્આકિંગના કોપરના કેબલ વાયર ગ્રાઇન્ડર મશીન થી કાપી, નીચે ફેકતા અન્ય આરોપીઓ આ વાઘર ભેગો કરી, તેઓના હસ્તકના વાહનમાં ભરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ આ કેબલમાથી કોપર વાયર અલગ કરી ત્યા છુપાવી એકઠો કરતા હતા,
આ શખ્સો અગાઉ રાજકોટ તથા જામનગર,દેવભૂમી દ્વારકા જીલ્લામાં ખૂન, ખૂનની કોશીષ, લુંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી,કેબલ ચોરી, મારા મારી,દારૂ,જુગાર ના ગુનાઓ નોંધાયેલ છે.
આ કામગીરી વી.એમ. લગારીયા પો.ઈન્સ, સી.એમ.કાટેલીયા પો.સ.ઇ તથા પી.એન.મોરી પો.સ.ઈ-એલ.સી.બી. દિલીપભાઇ તલવાડીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા,ભરતભાઇ ડાંગર, નિર્મળસિંહ એસ જાડેજા,ધમેન્દ્રસિંહ એન જાડેજા, સુમીતભાઇ શીયાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર અને ટીમે કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
