જૂનાગઢમાં દસ્તાવેજની એન્ટ્રી મામલે નાયબ મામલતદાર પર ખુરશીથી હૂમલો
તાલુકા સેવાસદનમાં ઝપાઝપી સાથે ફરજમાં રૂકાવટ કરી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૧૦: જૂનાગઢમાં દસ્તાવેજની એન્ટ્રી મામલે નાયબ મામલતદાર પર એક શખ્સે ખુરશીથી હુમલો કરવાની સાથે ફરજમાં રૂકાવટ કરી હોવાનો બનાવ બન્યો હતો.
તાલુકા સેવા સદનમાં ઈ-ધરા કેન્દ્ર જુનાગઢ સિટીમાં નાયબ મામલતદારની ફરજ બજાવતા ૩૮ વર્ષીય ભાર્ગવભાઈ નવનીતભાઈ ધામેચા સર્કલ ઓફિસરનો પણ ચાર્જ હોય ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે ઓફિસ પર હતા. ત્યારે રવિ ઉર્ફે રવિન્દ્ર પ્રવીણચંદ્ર ચંદેની સાથે કામ કરતા હરેશ હરિભાઈ કાચા, તેની સાથે રમેશ પોપટભાઈ કાપડિયા વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવા માટેની અરજી લઈને આવ્યા હતા. જેમાં ગામ નમુના નંબર ૭માં પાણી લેવાના તથા રસ્તા ના હક લખાયેલ હોય તે અંગે દસ્તાવેજમાં ઉલ્લેખ થયેલ ન હોય તે બાબતે સ્પષ્ટતા કરવા વધારાનું એફીડડેવિટ રજૂ કરવા હરેશ કાચાને જણાવ્યું હતું.
જેથી શખ્સે રવિ ઉર્ફે રવિન્દ્રને ટેલિફોનિક વાત કરતા તેણે ભાર્ગવભાઈ સાથે વાત કરવા જણાવતા મોબાઈલ ફોનમાં ગાળો કાઢી આરટીઆઇ કરીશ એવી ધમકી આપી બોલાચાલી કરી હતી. થોડીવાર પછી રવિ ચંદેએ ચેમ્બરમાં આવી લાકડાની ખુરશી ઉપાડે ઘા કરી ભાર્ગવભાઈને ઇજા પહોંચાડી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરેલ હતી.
આ ઘટના અંગે નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચાએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
