News of Friday, 10th October 2025
કેશોદ પાસે આખલા સાથે બાઈક અથડાતા જૂનાગઢ આવતા યુવકનું મૃત્યુઃ મિત્ર ઘાયલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: કેશોદ પાસે આખલા સાથે બાઈક અથડાતા જુનાગઢ આવતા યુવાનનું મૃત્યુ થયું હતું અને તેના મિત્રને ઈજા થઈ હતી.
આ અકસ્માતની અંગે મળતી વિગત અનુસાર કેશોદમાં કપડાના વ્યવસાય સાથે સંકળાયેલાં ૨૫ વર્ષીય યુવક અશ્વિનભાઈ કિશોરભાઈ કરમટા અને તેનો મિત્ર સુનિલભાઈ રાજુભાઈ ચાવડ બુધવારની આથમતી સાંજે ડબલ સવારીમાં જીજે ૧૧ એએચ ૯૫૫૧ નંબરના બાઈક પર કાપડની ખરીદી કરવા જૂનાગઢ જવા નિકળ્યાં હતાં.
બંને કેશોદ માર્કેટયાર્ડથી ૧૦૦ મીટર દૂર પહોંચ્યાં હશે ત્યાં રસ્તાં ઉપર ઉભેલ ઘણખૂંટ સાથે બાઈક અથડાઇ હતી જેમાં બંને યુવકો રોડ પર પટકાયાં હતાં. જેમાં અશ્વિનભાઈ કરમટાને વધુ ઇજા પહોંચતાં તેને કેશોદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મૃતક યુવકને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં મૃતક યુવકના મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં અકસ્માતે યુવકના મોતના પગલે પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
