<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

હવે ટૂથપેસ્ટ પણ નકલી : કચ્છમાં નકલી કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

૪ આરોપીઓ ઝડપાયા : રાપરના ચિત્રોડ ગામે બનાવતી હતી ડુપ્લીકેટ કોલગેટ પેસ્ટ : દશ શટર શોપિગ સેન્ટરમાં આવેલ રવેચી લાઈટ ડેકોરેશન ના પ્રથમ રૂમમાં ઉત્પાદન થતુ'તુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર તાલુકા ના ગાગોદર પોલીસ સ્ટેશન હેઠળના ચિત્રોડ ખાતે ડુપ્લિકેટ કોલગેટ બનાવવા ની ફેક્ટરી ચાલી રહી છે તે અંગે ગાગોદર પીઆઈ વી.એ.સેગલ તથા પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડી મુદામાલ કબ્જે કરેલ જે અંગે ની જાણ કોલગેટ કંપની ને કરવા મા આવતા આ કોલગેટ ડુપ્લિકેટ હોવાનું માલુમ પડેલ જે અંગેની ફરીયાદ ગાગોદર પોલીસ મા કોલગેટ કંપની ના

લક્ષમણ ચોલાઇ વિશ્વકર્મા ઉ.વ.૩૮, ધંધો-નોકરી ઈન્વીસ્ટીગેશન એન્ડ ડીટેક્ટીવ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડ, રહેઠાણ. ૫ નંબર સાઇબાબા ચોલ નં-૦૩ કમીટી આનંદનગર લિંક રોડ મુંબઇ જોગેશ્વરી વેસ્ટ મુંબઇ પીન કોડ ૪૦૦૧૦૨ મો.-૮૯૨૮૦૦૮૪૪૩, ૯૩૨૪૭૦૮૪૪૩ એ આરોપીઓ 

(૧) રાજેશભાઈ ડાયાભાઈ મકવાણા (રાજપુત) ઉ.વ.૨૩ હાલે રહે. શિવમંદિરનીબાજુમા ચિત્રોડ મુળ રહે. નલીયાટીંબા-૦૨ તા.રાપર

(૨ ) સુરેશભાઇ મહેશભાઇ ઉમટ રહે.નલીયાટીમ્બા તા.રાપર કચ્છ

(૩) નટવરભાઈ અજાભાઈ ગોહીલ (રાજપુત), (૪) નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મકવાણા (રાજપુત) રહે.નલીયાટીંબા તા.રાપર કચ્છ. 

આરોપીઓ ચિત્રોડ ગામે આવેલ તેમની સામે બી.એન.એસ.કલમ-

ગુનો ૫૪,૩૧૮(૪),૩૪૫(૩),૨૭૨,૨૭૩ તથા કોપી રાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૬૩ હેઠળ કોલગેટ કંપનીની ટુથપેસ્ટની ડુપ્લીકેટ કોલગેટ ટુથપેસ્ટ બનાવી તથા ગેરકાયદેસર રીતે કોલગેટ પામોલીવ કંપનીના વગર પરવાને ટુથપેસ્ટનુ ગેરકાયદેસર વેચાણ કરવાની પોલીસ ફરિયાદ નોધાઈ છે. આરોપીઓ ચિત્રોડ ગામના દશ શટર શોપિગ સેન્ટરમાં આવેલ રવેચી લાઈટ ડેકોરેશન ના પ્રથમ રૂમમાં ઉત્પાદન કરી ડુપ્લીકેટ કોલગેટ ટુથપેસ્ટ નો જથ્થો તથા તેની બનાવટમા વપરાતા સાધન સામ્રગી જેની કુલ કિં ૯,૪૩,૫૭૪/-નો મુદ્દામાલ રાખી ડુપ્લીકેટ માલ બનાવી માનવ શરીરને નુકશાન કારક વસ્તુઓનુ વેચાણ અર્થે ઉત્પાદન કરી,કોલગેટ કંપનીના નામનો ઉપયોગ કરી ઓથોરાઈઝ કંપની સાથે છેતરપીંડી કરી, કોલગેટ કંપનીની પ્રોડક્ટનુ કોપી કરી કોપી રાઈટ એક્ટનો ભંગ કરી ગુનો કરવામા એક બીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતની વધુ તપાસ ગાગોદર પીઆઈ વી.એ.સેગલ ચલાવી રહ્યા છે. (તસવીરો, વીડિયો, મુકેશ રાજગોર, રાપર)

(2:52 PM IST)