News of Friday, 10th October 2025
દિવાળી પહેલા ગાંધીધામમાં ફટાકડાના બે મોટા વ્યાપારીઓ ઉપર સ્ટેટ GSTના દરોડાને પગલે ફફડાટ
ફટાકડાના હોલસેલર હરેશ રામવાણી, વિવેક રામવાણી ના ગોડાઉનમાં સ્ટેટ જીએસટી દ્વારા તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છના ગાંધીધામના બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડાને પગલે વ્યાપારીઓમાં ફફડાટ મચી ગયો છે. કચ્છભરમાં જાણીતા ફટાકડાના હોલસેલર હરેશ રામવાણી, વિવેક રામવાણી ના ગોડાઉનમાં સ્ટેટ જીએસટી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જીએસટીના દરોડા બાદ હોલસેલ ફટાકડાના વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
