<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

નેગેટિવ આઈઓડી અને લા નીનાની અસરથી ભારતમાં ઉત્તરપૂર્વી મોસમ અને શિયાળો રહેશેઃ દક્ષિણ ભારતમાં હજી ચોમાસુ રહશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ ભારતનું હવામાન નેગેટિવ IOD (Indian Ocean Dipole) અને લા નીનાના પ્રભાવ હેઠળ નોંધપાત્ર ફેરફારોની તૈયારીમાં છે. હાલના હવામાન વિશ્‍લેષણ મુજબ, વેધરમેન ઉતમે જણાવ્‍યું હતું કે નેગેટિવ IOD તેના ઉચ્‍ચતમ સ્‍તરે છે, જેનો ઈન્‍ડેક્‍સ -૧.૪૯ઓC સુધી પહોંચ્‍યો છે, જે ૨૦૨૨ના નેગેટિવ IOD કરતાં પણ વધુ શક્‍તિશાળી છે. આનું મજબૂત સમુદ્ર-વાતાવરણ જોડાણ દક્ષિણ ભારતમાં ઉત્તરપૂર્વી મોસમ (NEM)ની શરૂઆતને વેગ આપી રહ્યું છે.

અંદાજ મુજબ, ૧૬ ઓક્‍ટોબરની આસપાસ ઉત્તરપૂર્વી મોસમની સત્તાવાર શરૂઆત થઈ શકે છે.ઓક્‍ટોબરમાં વરસાદી દિવાળીની શક્‍યતા છે ઓક્‍ટોબરના મધ્‍યથી અંત સુધી ઘણા લો પ્રેશર એરિયા સક્રિય થવાની શક્‍યતા છે, જેના કારણે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક વિસ્‍તારોમાં વરસાદી દિવાળીની સંભાવના છે.  આ હવામાન પ્રણાલીઓ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે, Relative Nio Index -0.87oC સુધી ઘટ્‍યો છે, જે લા નીનાની સ્‍થિતિને દર્શાવે છે. વાતાવરણમાં લા નીનાના લક્ષણો સ્‍પષ્ટ દેખાઈ રહ્યા છે અને આગામી મહિનાઓમાં તે વધુ મજબૂત બનશે. લા નીનાની અસર શિયાળામાં વધુ પ્રભાવશાળી રહેશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટબન્‍સ દક્ષિણ તરફ ઝૂકશે, જેના કારણે ઉત્તર અને મધ્‍ય ભારતમાં ઠંડો અને ભીનો શિયાળો જોવા મળશે તેમ હવામાન નિષ્‍ણાત ઉતમે જણાવ્‍યું હતું. 

(3:36 PM IST)