News of Friday, 10th October 2025
મીઠાપુર નવી ઉગતી ‘‘મહાકાલ ગેંગ''ના સુત્રધાર સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
મુખ્ય સુત્રધાર સહિત તેના સાગરીતો સામે દેવભુમી દ્વારકા પોલીસની લાલ આંખ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦: મીઠાપુર વિસ્તારની નવનિયુકત મહાકાલ ગેંગ ના મુખ્ય સુત્રધાર સહિત અન્ય સાગરીતો વિરૂધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ દેવભૂમિ દ્વારકા પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના શ્રી વિકાસ સહાય તથા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ઓ તરફથી મળેલ માર્ગદર્શન અને સુચના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા ઓની રાહબરી હેઠળ એલ.સી.બી. તથા મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ ઙ્કકારની કાર્યરત ગેગ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સબબે જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ છે.
સન ૨૦૨૨ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત બિચ્છુ ગેંગ વિરુદ્ધ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી પરંતુ ત્યાર બાદ (૧) કિશનભા ભાવુભા માણેક (જોધાણી) જાતે હીન્દુ વાઘેર રહે હાલ રહે. માણેક ચોકઉધોગ નગર સુરજકરાડી મુળ રહે. મેવાસા ગામવાડી વિસતાર તા. દ્વારકા (૨) મેહુલભાઇ ઉફે ભુરો કમલેશભાઇ પરમાર જાતે હીન્દુ ખવાસ રહે હાલ સાંઇ બાબાના મંદિરની પાછળ ગાયત્રી નગર આરંભડા સીમ તા. દ્વારકા મુળ રહે. ભાતેલ ગામ તા.ખંભાળિયાજિ. દેવભૂમિ દ્વારકાનાઓની સીન્ડીકેટ હેઠળ એક નવી મહાકાલ ગેંગ કાર્યરત થયેલ હોવાનુ ધ્યાને આવેલ.
ગઇ તા-૧૫/૦૯/૨૦૨૫ સાંજના આશરે સાડા છ થી સાત થી કલાક-૨૧/૩૦ ના સમયગાળા દરમ્યાન આરોપીઓ દ્વારા ફરીયાદીનુ અપહરણ કરી પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા અપહરણ કરી ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી આચરેલ હોવાનું જણાઇ આવતા આ કામે ગઇ તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૨/૦૦ વાગે મીઠાપુર પોલીસ સ્ટેશન પાર્ટ ‘‘એ'' ગુ.રજી.નંબર ૧૧૧૮૫૦૦૫૨૫૦૮૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૪૦(૨), ૧૪૨, ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪, ૬૧(૨) તથા ગુજરાત નાણા ધીરનારની કલમ ૪૦, ૪૨(એ), (ડી) મુજબના કામેનો ગુન્હો નોંધાયેલ છે. જેથી આ પ્રકારની ગેંગ સતત ગુનાહિત પ્રવળતિમાં કાર્યરત હોવાનું જણાઇ આવતા જે બાબતે પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકાનાઓ તરફથી ગુપ્ત રાહે પો.ઇન્સ શ્રી મીઠાપુર પોલીસ સ્ટેશનનાઓ પાસે પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલ. આ દરમ્યાન મજકુર આરોપીઓ દ્વારા એક અનુસુચિત જાતિની મહીલા સહિત તેમના પરીવારજનોને જાતિવાચક શબ્દો કહી તેઓના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબીના સહયોગથી પો.ઇન્સ.શ્રી મીઠાપુર પો.સ્ટે.નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ગુપ્ત પ્રાથમિક તપાસની કાર્યવાહી દરમ્યાન આ કામના આરોપીઓ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવુ, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર, ગેરકાયદેસરની મંડળી બની ગુના આચરવારે તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવળતિ આચરી મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ (Proceeds of Crime) મેળવતા હોવાનુ જણાઈ આવેલ અને તેઓ છેલ્લા ઘણા સમયથી સતત રીતે પોતાની ગુનાહિત પ્રવળતિ આચરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટનુ વિસ્તરણ કરી એક નવનિયુકત મહાકાલ ગેંગ ચલાવી રહેલ હોવાનું જણાઇ આવતા મજકુર આરોપીઓની સતત ચાલી રહેલ ગુનાહિત પ્રવળતિને અંકુશ હેઠળ લેવા સારૂ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવી અનિવાર્ય જણાતા જે આધારે ગુજસીટોક હેઠળની કાયદાકીય જોગવાઇઓ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨),૩(૩),૩(૪),૩ (૫) હેઠળ કુલ ૭ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સંગઠીત ગુનાહીત ટોળકીના સુત્રધારો સહિત તેના સભ્યો છેલ્લા ઘણા સમયથી મીઠાપુર વિસ્તારમાં વ્યકિતગત તેમજ સામુહીક રીતે પોતાની ધાક જમાવવાના હેતુથી સતત રીતે હાલ સુધી ગંભીર ઙ્કકારના શરીર સબંધી ગુનાઓ આચરી કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ કરી પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહીત વર્ચસ્વ સ્થાપિત કરવા ખુનની કોશીષ, ખંડણી વસુલવી, ગેરકાયદેસર મંડળી રચવી. અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર ગંભીર ઇજા જેવી મારામારી, ધાકધમકી આપવી, બળજબરીથી પડાવી લેવુ, ગેરકાયદેસરરીતે દારૂ જેવી અસામાજીક ઙ્કવળત્તિ ચલાવવી વિગેરે જેવા અનેક ગુનાહીત કળત્યો આચરી મીઠાપુર વિસ્તારની આમ જનતા માટે ભયનું વાતાવરણ ઉભુ કરેલ હતુ.
આ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ સીન્ડીકેટના મુખ્યો સુત્રધારો સહિત તેના સભ્યો વિરૂધ્ધ અનેકવાર ગુનાહિત કાર્યવાહી તેમજ જરૂરી અટકાયતી પગલા લેવામાં આવેલ હોવા છતા તેઓ પોતાની આ પ્રકારની ગુનાહિત પ્રવળતિ અવિરતપણે કાર્યરત રાખતા હતા. આ મહાકાલ ગેંગના સદસ્યો મીઠાપુરની જનતા પાસેથી વસ્તુઓ લઇ પૈસા નહી આપવા, જાહેરમા દાદાગીરી કરી, માર મારવો ધમકાવવા વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવળત્તિ આચરેલ હતી પરંતુ આ ગેંગના ખૌફના કારણે આમજનતા તેઓ વિરૂધ્ધ કોઇ રજુઆત કે ફરીયાદ કરવા સારૂ સરળતાથી તૈયાર થતા ન હતા.
પો.ઈન્સ.કે.કે.ગોહીલ, પો.સ.ઈ.શ્રી બી.એમ.દેવમુરારી તથા એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ પો.ઇન્સ. ડી.એન. વાંષા તથા મીઠાપુર પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ પો.સબ ઇન્સ. એસ.વી.કાંબલીયા તથા ટેકનીકલ સેલના પોલીસ કર્મચારીઓએ કાર્યવાહી કરી છે.

(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
