હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના મુન્દ્રામાં બોલેરો જીપે બાઇકને હડફેટે પતિ પત્નીના કરુણ મોત: એક મહિલા ગંભીર
જીપ રોંગ સાઈડમાં હતી, મૃતક પતિ અદાણી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ, પત્ની જિંદાલ કંપનીમાં કામદાર

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના મુન્દ્રા તાલુકા માં ઉદ્યોગો ના આગમન થી આજુબાજુ વાહનો વધ્યા છે અને જીવલેણ અકસ્માતો નું પ્રમાણ વધ્યું છે. ત્યારે આજે મુન્દ્રા તાલુકા ના નાના કપાયા ગામ નજીક જિંદાલ કંપની ના ગેટ નંબર ૧ પાસે બોલેરો જીપ એ બાઈક ને ટક્કર મારતા બાઈક પર જતા પતિ પત્ની ને ગંભીર ઈજાઓ થતા કમકમાંટી ભર્યા મૃત્યુ થયા હતા.
આ બનાવ બનતા આસપાસ ના રહેવાસીઓ પસાર થતા લોકો બહોળી સંખ્યા માં સ્થળ પર પહોંચ્યા હતા અને બોલેરો ચાલક પર ગુસ્સો કરતા જોવા મળ્યા હતા. સ્થળ પર જોતા બોલેરો જીપ ચાલક રોંગ સાઈડ માં ધસી આવી હતી. આ કરુણ અકસ્માત સર્જયો હોવાનું સ્થળ પર જાણવા મળ્યું હતું.
સ્થળ પર બાઈક ભંગાર હાલત માં જોવા મળી હતી. તેમજ એક થેલી માં શાકભાજી જોવા મળી હતી. તેમજ બાઈક ની બેટરી પણ દૂર પડી હતી..
બોલેરો જીપ ના આગળ નો ભાગ નો બુકડો બોલી ગયો હતો.
આ બનાવ અંગે ઝીરો પોઇન્ટ પોલીસ મથક ના કાના ભાઈ રબારી અને નવીન ભાઈ ખટાણા એ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મરણ જનાર હરિ સિંહ પ્રતાપ નિનામા ઉંમર ૫૦ અદાણી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ જ્યારે તેમના પત્ની કમલાબેન અરવિંદ નિનામા ઉંમર ૪૫ જિંદાલ કંપની માંથી બપોરે સવાચાર વાગ્યે તેમના નાના કપાયા સ્થિત ક્રિષ્ના નગર જતા હતા. ત્યારે સામે થી ધસમસતી આવતી બોલેરો જીપ એ ટક્કર મારી હતી અને પતિ પત્ની ને ગંભીર ઈજાઓ થતા સારવાર પૂર્વે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે તેમની સાથે અન્ય મહિલા કૃષ્ણાબેન રણભાણસિંહ ઠાકોરને(ઉં.૩૫) ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેમને ભુજ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇજાગ્રસ્ત ક્રિષ્નાબેન ઠાકોર પણ જિંદાલ કંપનીમાં કામદાર હતા અને તેઓ અકસ્માતનો ભોગ બનનાર દંપતિના પડોશમાં રહેતા હતા. મરણ જનાર હતભાગી દંપતી પંચમહાલ ના મોડવારા તાલુકા ના સાગવારા ગામના મૂળ વતની હતા. મૃતક પતિ પત્ની તેમની પાછળ બે સંતાનો છોડી ગયા હોવાનું પોલીસ એ જણાવ્યું હતું.
મૃતક દંપતી ના મૃતદેહ મુન્દ્રા ની જનરલ હોસ્પીટલ માં ખસેડાયા હતા..
આગળ ની તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
