તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th October 2025
મોરબીમાં ભૂલા પડેલા માનસિક અસ્વસ્થ મહિલાનું અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું.
181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને જાણ કરવામાં આવતા ટીમ દોડી ગઈ હતી મહિલાનું પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં માનસિક અસ્વસ્થ મહિલા પરિવારથી વિખુટી પડી હતી પોતે ભૂલી પડી હોય અને 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને જાણ કરવામાં આવતા ટીમ દોડી ગઈ હતી મહિલાનું પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું
સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ હશે તેઓ એકલા બેઠા છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી જેથી મદદની જરૂર છે આ માહિતી મળતા જ ફરજ પરના કાઉન્સિલર પટેલ સેજલ મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ રસિકભાઈ સ્થળ પર પહોંચેલ 181 ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સરળતાપૂર્વ કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી આજુબાજુના વિસ્તારમાં તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ મહિલાની પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની અરજી થયેલ છે
જેથી તેમના પિતાનો ફોન દ્વારા સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ હોય ત્યારબાદ તેમના પિતા સ્થળ પર આવતા તેમની દીકરી તેમના પિતાને ઓળખી જતા તેમની દીકરી તેમના પિતાને સોંપેલ ત્યારબાદ તેમના પિતાનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા સલાહ સૂચન માર્ગદર્શન આપી તેમના પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમના પિતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
