તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th October 2025
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મોરબીથી ચોટીલા પદયાત્રા: પરિવારનું જલારામધામ-લોહાણા સમાજે અભિવાદન કર્યું.
તેમની પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થાય, માઁ ચામુંડા તેમના પરિવાર ની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીથી ચોટીલા પગપાળા માઁ ચામુંડાની આરાધના માટે જતા મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવારનું મોરબી જલારામ ધામ તથા લોહાણા સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું
મોરબીથી ચોટીલા પગપાળા કુળદેવી માઁ ચામુંડાની આરાધના માટે મોરબી-માળીયા ૬૫-વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પરિવારે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે ત્યારે વાંકાનેર મુકામે તેમનુ રાત્રી રોકાણ પ્રજ્ઞેશભાઈ પટેલના વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખાતે રાખવામાં આવેલ છે, ત્યારે મોરબીના જુના જનસંઘી, કાંતિભાઈ અમૃતિયાના શુભચિંતક એવા મોરબી લોહાણા મહાજનના પ્રમુખ તથા જલારામ ધામ-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ ધામ-મોરબીની ટીમે વાંકાનેર મુકામે અમૃતિયા પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મોરબી જલારામ ધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, પારસભાઈ ચગ, ચિરાગભાઈ રાચ્છ, સી.ડી.રામાવત સહીતના અગ્રણીઓએ સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તેમના સુપુત્ર પ્રથમભાઈ અમૃતિયા સહીતના અમૃતિયા પરિવારના સદસ્યો તેમજ પ્રજ્ઞેશભાઈ પટેલ સહીતના અગ્રણીઓનુ શાલ ઓઢાળી અભિવાદન કર્યુ હતુ તેમજ તેમની પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થાય, માઁ ચામુંડા તેમના પરિવાર ની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
