<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રના દરોડા : ધ્રાંગધ્રામાં ફટાકડાના ત્રણ ગોડાઉન સીલ કરાયા

દરોડા દરમિયાન 20 લાખથી વધુ રૂપિયાનો મુદામાલ જપ્ત ; ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રની લાલઆંખ

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ધ્રાંગધ્રામાં ફટાકડાના ત્રણ ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે. 

    દરોડા દરમિયાન 20 લાખથી વધુ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રની લાલઆંખ જોવા મળી. જેમાં અત્યાર સુધીમાં સાતથી વધુ ફટાકડાના ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે  

 અધિકારીઓએ 11 નિયમોના પાલન સાથે જ ફટાકડાના સ્ટોલ ખોલવા સૂચના આપી છે. જેમાં ફરજીયાત લાઇસન્સ તેમજ ફાયર સેફટી હોવી જરૂરી છે. રહેણાક વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ન ખોલવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોના જીવ જોખમમાં ન મુકાય તેવા આદેશ સાથે જ ફાટકડાનું વેચાણ કરવા તંત્રની સૂચના છે.

(11:13 PM IST)