News of Friday, 10th October 2025
મોરબીની વિજયનગર સોસાયટીમાં ટીસી નાખવા સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો.
સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે પીજીવીસીએલ ટીમે પરત ફરવું પડ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના છાત્રાલય નજીક આવેલ વિજયનગર સોસાયટીમાં ટીસી નાખવા અંગે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો પીજીવીસીએલ ટીમ પોલીસના બંદોબસ્ત સાથે ટીસી નાખવાની કામગીરી માટે આવી હતી જોકે સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે પીજીવીસીએલ ટીમે પરત ફરવું પડ્યું હતું.
કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીની નજીક ધર્મવિજય સોસાયટી નવી બનાવવામાં આવી છે નવી સોસાયટીનું ટીસી નાખવા સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ પીજીવીસીએલ ટીમ અમારી સોસાયટીમાં ટીસી નાખવાના પ્રયાસો કરતું હતું અગાઉ વીજ તંત્રની ટીમો આવી હતી અને મહિલાઓએ વિરોધ કર્યો હતો આજે પીજીવીસીએલ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે લઈને આવી હતી પરંતુ સ્થાનિકોએ આજે પણ વિરોધ કરતા ટીમે પરત ફરવાની ફરજ પડી હતી.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
