News of Saturday, 11th October 2025
કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા સામે એરેસ્ટ વોરંટ: ૧૫ દિ’ માં હાજર થવા ભુજ કોર્ટનું ફરમાન
૧૯૮૪ ના જૂના કેસમાં ૪૧ વર્ષ બાદ પૂર્વ એસપી કુલદીપ શર્મા અને પૂર્વ પીએસઆઇ ગીરીશ વસાવડાને ૩ મહિનાની સજા કરી હતી, હાજર ન થતા હવે આગળની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કચ્છના કોંગ્રેસી આગેવાન ઈભલા શેઠને માર મારી અપમાનિત કરવાના ૧૯૮૪ ના જૂના કેસમાં એ સમયના ડીએસપી કુલદીપ શર્મા અને એલસીબી પીએસઆઈ ગીરીશ વસાવડાને ૧૦ મી ફેબ્રુ. ૨૦૨૫ ના ભુજ કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવી ૩ મહિનાની કેદની સજા કરાઈ હતી. ૪૧ વર્ષ બાદ આવેલા આ ચુકાદા અનુસાર તેઓ સરન્ડર ન થતા ફરિયાદી પક્ષ દ્વારા કરાયેલ અરજી માન્ય રાખી ભુજ કોર્ટે આગળની કાર્યવાહી કરી હતી. જોકે, સજા સામે કુલદીપ શર્માની આગોતરા જામીન અરજી રદ કરાઈ હતી. જે બાદ ૨૪ સપ્ટેમ્બર ના હાઈકોર્ટમાં અપીલ માટે મુદ્દત માંગવામાં આવી હતી. આ મુદ્દત ૮ ઓક્ટોબરે પૂર્ણ થઈ ગઈ હતી. આ સંદર્ભે ફરિયાદી પક્ષે કરેલ વાંધા અરજી ભુજ કોર્ટે માન્ય રાખી એરેસ્ટ વોરંટ જાહેર કરી ૧૫ દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
