<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

અદાણી ફાઉન્‍ડેશન દ્વારા કચ્‍છના ગ્રામીણ વિસ્‍તારોમાં વિવિધ ગ્રામ વિકાસના કાર્યોની પહેલ

અમારો ધ્‍યેય દરેક ગામમાં આધુનિક સુવિધાઓ ઉભી કરીને મુન્‍દ્રા અને આસપાસના વિસ્‍તારોને પ્રગતિના પંથે લઈ જવાનો છે, સાથે જ દરેક ગ્રામજનને સશક્‍ત બનાવવાનો છેઃ અદાણી પોર્ટસના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર રક્ષિતભાઈ શાહ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: નવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણીને એક અનોખી રીતે યાદગાર બનાવતા, અદાણી ફાઉન્‍ડેશને કચ્‍છ જિલ્લાના મુન્‍દ્રા, માંડવી અને નખત્રાણા તાલુકાઓના ગામોમાં ગ્રામ વિકાસના અનેક પ્રોજેક્‍ટ્‍સનું ભવ્‍ય ભૂમિપૂજન કરીને ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્‍યો છે. કરોડો રૂપિયાના રોકાણ સાથે શરૂ થયેલા આ પ્રોજેક્‍ટ્‍સ ગ્રામજનોના જીવનમાં સમળદ્ધિ, આધુનિક સુવિધાઓ અને ટકાઉ વિકાસ લાવવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં શિક્ષણ, સામાજિક કલ્‍યાણ અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું છે.

અદાણી ફાઉન્‍ડેશને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ ગામોમાં ગ્રામ વિકાસના વિવિધ પ્રોજેક્‍ટ્‍સનું ભૂમિપૂજન કરીને સાંસ્‍કળતિક પરંપરાઓને વિકાસની પહેલ સાથે જોડી. આ પ્રોજેક્‍ટ્‍સમાં અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ, સામુદાયિક આધારભૂત માળખું, રમતગમતના મેદાનો, પર્યાવરણીય સુધારણા અને અન્‍ય અનેક કાર્યોનો સમાવેશ થાય છે. ગ્રામજનોની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરીને આ પ્રોજેક્‍ટ્‍સ જીવનધોરણને ઉન્નત કરવા, યુવાનોને સશક્‍ત કરવા અને ગામોનો સર્વાંગી વિકાસ સુનિヘતિ કરવા માટે રચાયેલા છે.

અદાણી ફાઉન્‍ડેશન વર્ષોથી કચ્‍છના તાલુકાઓમાં ગ્રામ વિકાસના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે, જેમાં પર્યાવરણ, પશુપાલન, પાણીની અછત, શિક્ષણની ખામીઓ અને રમતગમતની જગ્‍યાના અભાવ જેવી મૂળભૂત જરૂરિયાતોને ધ્‍યાને લઈ એ ક્ષેત્રોમાં વિકાસ કાર્યો હાથ ધરાય છે. જે આવનારી પેઢીઓ માટે લાંબા ગાળાના લાભો સુનિヘતિ કરે છે. આ પહેલ ફાઉન્‍ડેશનના સ્‍વનિર્ભર ગામો બનાવવાના વિઝનને સ્‍થાનિક સમુદાયોના સહયોગથી આગળ ધપાવે છે. આ પ્રસંગે અદાણી પોર્ટસના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર  રક્ષિતભાઈ શાહે જણાવ્‍યું ‘અમારો ધ્‍યેય દરેક ગામમાં આધુનિક સુવિધાઓ ઉભી કરીને મુન્‍દ્રા અને આસપાસના વિસ્‍તારોને પ્રગતિના પંથે લઈ જવાનો છે, સાથે જ દરેક ગ્રામજનને સશક્‍ત બનાવવાનો છે. ગામોના ક્‍લસ્‍ટર બનાવીને આ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અને યુવાનોને આગળ વધવા પ્રોત્‍સાહિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ માત્ર વિકાસ નથી, પરંતુ સમુદાયોને મજબૂત અને સ્‍વનિર્ભર બનાવવાની પ્રક્રિયા છે.' અદાણી ફાઉન્‍ડેશનના પંક્‍તિબેન શાહે જણાવ્‍યું હતું કે, આ શૈક્ષણિક સંકુલો, રમતગમતના મેદાનો અને અન્‍ય સુવિધાઓ બાળકો અને યુવાનોના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ સમારોહ ઉત્‍સાહભેર યોજાયા, જેમાં ગામના સરપંચ, સમાજના આગેવાનો, શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ અને અદાણી ફાઉન્‍ડેશનના અધિકારીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો. દરેક ગામમાં ઢોલ-નગારા, શરણાઈના સૂરો, પાઘડી અને છાલ ઓઢાડવાની પરંપરાઓ સાથે આ પહેલોનું હૃદયપૂર્વક સ્‍વાગત કરવામાં આવ્‍યું. ગ્રામજનોએ અદાણી ફાઉન્‍ડેશનના આ યોગદાનની પ્રશંસા કરી અને આ નવી શરૂઆત માટે આભાર વ્‍યક્‍ત કર્યો છે.(૬.૪)

(11:41 AM IST)