તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th October 2025
સાયબર ફ્રોડ માટે સામટા ૧૧ બેંક ખાતા ખોલાવનાર સાળંગપુરનો દિગ્વિજય સુરેશ ગીડા ઝડપાયો
પશ્ચિમ કચ્છ એલસીબીએ વોન્ટેડ આરોપીને ઝડપ્યો, બોગસ આધાર કાર્ડ અને જીએસટી નંબરથી ભુજમાં કરંટ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, સાયબર ફ્રોડમાં બેંક ખાતા ખોલાવવામાં બેંક કર્મચારીઓની ભૂમિકા સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૧૧ : ભુજના ભાનુશાલી નગર અને હિના પાર્ક ૨ માં દુકાન ભાડે રાખી ગેરકાયદેસર હવાલાના રૂપિયા ટ્રાન્સફર કરવા બોગસ દસ્તાવેજો સાથે ૧૧ બેંક ખાતા ખોલાવવાના ગુનામાં વોન્ટેડ આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીએ સાળંગપુર (તા.બરવાળા, જિ.બોટાદ)ને ઝડપી પાડયો છે. આરોપી દિગ્વિજય સુરેશ ગીડાને ભુજ લાવી એ ડિવિઝન પોલીસને સોંપી તેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ રીતે ખોલાતા બેંક ખાતાઓ ભાડે રાખી સાયબર ચિટિંગના ગુના માં વપરાય છે. એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીના માર્ગદર્શન નીચે હે.કો. રણજીતસિંહ જાડેજા, સુનિલ પરમાર, કો. જયદેવસિંહ જાડેજા, ડ્રા. અશ્વિન ગઢવીએ આ કામગીરી પાર પાડી હતી. આજે આપણને જ્યારે એક સેવિંગ બેંક ખાતું ખોલાવવું હોય છે ત્યારે બેંક આપણી પાસેથી અનેક આધાર પુરાવા માંગે છે અને એક સેવિંગ ખાતું ખોલાવતા KYC ના નામે આપણે બેંકના પગથિયા ઘસી નાખવા પડે છે. આવા સંજોગોમાં સામટા ૧૧ બેંક ખાતા એ પણ બિઝનેસ માટે કરંટ બેંક એકાઉન્ટ જેમાં જીએસટીથી માંડી નગરપાલિકા, પાન નંબર, થમ્બ ઇમ્પ્રેશન સહિત અનેક રજીસ્ટ્રેશન ધરાવતા દસ્તાવેજો આપવા પડે અને ઓન લાઈન ચેક કરવા પડે. ત્યારે માંડ બેંક ખાતું ખુલે છે. જોકે, સાયબર ફ્રોડ કરનારા જ્યારે સામટા બેંક ખાતા ખોલાવે છે ત્યારે બેંક કર્મચારીઓની ભૂમિકા પણ તપાસવાની જરૂર પડે છે. જો એમાં શંકાસ્પદ લાગે તો તપાસનીશ એજન્સીએ ઊંડા ઉતરી કાર્યવાહી કરવી જોઈએ.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
