<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

વિંછીયાના મોટા હડમતીયા ગામની સીમમાં જૂગાર રમતા ર પકડાયાઃ પ શખ્‍સો છનન

૧૯૮૪ ના જૂના કેસમાં ૪૧ વર્ષ બાદ પૂર્વ એસપી કુલદીપ શર્મા અને પૂર્વ પીએસઆઇ ગીરીશ વસાવડાને ૩ મહિનાની સજા કરી હતી, હાજર ન થતા હવે આગળની કાર્યવાહી

રાજકોટ તા. ૧૧ :.. વિંછીયા પોલીસે મોટા હડમતીયા ગામની સીમમાં રેઇડ કરી જૂગાર રમતા ર શખ્‍સોને ઝડપી લીધા હતા જયારે પ શખ્‍સો છનન થઇ ગયા હતાં.

વિંછીયાના મોટા હડમતીયા ગામે હાથીભાઇ ભુપતભાઇ ચાવડાની વાડી પાસે આવેલ ખુલ્લી જગ્‍યામાં બાવળના ઝાડ નિચે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા (૧) મુન્ના જિલ્લુભાઇ ખાચર ધંધો ખેતી રહે. મોટા હડમતીયા ગામ તથા (ર) માલસુર ઉકાભાઇ જાદવ ધંધો મજૂરી રહે. મોટા હડમતીયા ગામને ઝડપી લીધા હતા જયારે મુના પીઠાભાઇ પરમાર, હાથી ભુપતભાઇ ચાવડા, અશોક નાથાભાઇ વાલાણી, જયરાજ જગુભાઇ સોનારા તથા કાના ભાણાભાઇ ચાવડા, રે. તમામ મોટા હડમતીયા ગામ પોલીસને જોઇ નાસી છૂટયા હતા. પોલીસે રોકડા રૂા. ૬ર૦૦, તથા ૪ બાઇક મળી કુલ ૭૬,ર૦૦ નો મુદામાલ કબ્‍જે કરી નાસી છૂટેલ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે. (પ-૧૯)

(1:36 PM IST)